દાહોદ: વૈશ્વિક કોરોના મહામારીમાં સરકાર દ્વારા લોકોને ઘરમાં રહો, સુરક્ષિત રહો તેમજ ગાઇડ લાઈનનું પાલન કરીને સુરક્ષિત રહેવાનું જણાવી રહી છે. વાલીઓ અને બાળકોની સુરક્ષા માટે શાળાઓ બંધ રાખી તેમને ડિજિટલ ઓનલાઇન શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ કોરોના મહામારી દરમિયાન ડિજિટલ શિક્ષણ શાળાઓ અને વિદ્યાર્થી વચ્ચે સાંકળની કડી સમાન બન્યું છે.
ડિજિટલ ઓનલાઈન શિક્ષણ મેળવતી વખતે સુરક્ષિત રહેવા 20-20 નિયમનું પાલન કરો: આંખના તબીબની સલાહ - Online Learning
કોરોના મહામારીમાં બાળકો અને વાલીઓને સુરક્ષિત રાખવા માટે રાજ્ય સરકાર દ્વારા ઓનલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. મોબાઈલ દ્વારા આપવામાં આવતા ડિજિટલ શિક્ષણ દરમિયાન 20-20ના નિયમને અનુસરવું જરૂરી છે. આ નિયમનો અમલ કરી દેશના ભાવિની આંખોને ક્ષતિગ્રસ્ત થતાં બચાવવી એ આપણી ફરજ હોવાનું આંખના નિષ્ણાંત તબીબ સ્નેહા શાહ જણાવી રહ્યાં છે.
etv bharat
વર્તમાન સમયમાં ડિજિટલ શિક્ષણ એકમાત્ર ઉપાય હોવાના કારણે બાળકોએ આ શિક્ષણ મેળવવું જરૂરી બન્યું છે. મોબાઈલ દ્વારા મેળવવામાં આવતા ડિજિટલ શિક્ષણમાં સાવચેતી રાખવામાં જો ખામી સર્જાય તો બાળક અને વાલીઓને નુકસાન થવાની શક્યતાઓ પણ રહેલી હોવાનું આંખના નિષ્ણાંત તબીબ જણાવી રહ્યા છે.
દાહોદના દ્રષ્ટિ નેત્રાલયના નિષ્ણાંત તબીબ ડો. સ્નેહા શાહનએ ડિજિટલ શિક્ષણ મેળવવા આ મુદ્દા ધ્યાન રાખવાનું સૂચન કર્યું છે.
- ડિજિટલ શિક્ષણ મેળવતી વખતે ટીચર્સ, વાલીઓ અને બાળકોએ 20-20ના નિયમને અનુસરવું જરૂરી છે.20-20 નિયમ એટલે કે શિક્ષકોએ બાળકોને ડિજિટલ શિક્ષણ આપતી વખતે 20 મિનિટના અંતરે સ્ક્રીન બ્રેક પાડવો જોઇએ અને 20 સેકન્ડ માટે બાળકોને સ્ક્રીન થી દૂરનું દેખવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ અથવા તો 20 સેકન્ડ માટે સ્ક્રીનથી અળગા બાળકને કરવા જોઈએ.
- આમ બાળક સતત ૨૦ મિનિટ બાદ ફક્ત ૨૦ સેકન્ડ સ્ક્રીનથી દ્રષ્ટી હટાવીને દૂરનું નિહાળશે તો તેમની આંખના રહેલા નજીકના સ્નાયુઓ રિલેક્સ થશે અને દૂરના સ્નાયુઓ કામે લાગશે. આમ 20-20ના નિયમનો ફોલો કરવાથી આંખને નુકસાન થતું નથી.
- મોબાઇલ સ્ક્રીન ટાઈમ ઘટાડવો જોઈએ. બાળકોને ડિજિટલ શિક્ષણ આપતી વેળાએ ટીચરો દ્વારા બાળકોને સળંગ શિક્ષણ આપવાના બદલે તેમનો મોબાઈલ સ્ક્રીન ટાઈમ ઘટાડવો જોઈએ.
- મોબાઈલના બદલે કોમ્પ્યુટરનો ઉપયોગ કરવો જોઈએ.બાળકો ડિજિટલ શિક્ષણ મેળવતી વખતે શક્ય હોય ત્યાં સુધી બાળકો મોબાઈલ ના બદલે કોમ્પ્યુટરનો ઉપયોગ કરવો જોઈએ.
- કોમ્પ્યુટર ટેબલ પર ઓછામાં ઓછું 15 થી 20 ડિગ્રી નીચુ રાખવું જોઈએ અને ડાયરેક્ટ ગ્લેયર કે લાઈટ સીધું બાળકની આંખમાં ન જાય તેની સાવચેતી રાખવી જોઈએ. જેનાથી બાળકોની આંખ ને સ્ટ્રેસ ઓછું પડે છે.
- સ્ક્રીનની લાઈટ સિસ્ટમ ઓપ્ટિમમ લેવલ પર સેટ કરવી.વધારે પડતું સ્ક્રીનટાઈમ વાપરવાથી કે બહુ વધારે પડતો મોબાઇલ કોસ્ટેન વાપરવાથી બાળકને આંખમાં નંબરના ચશ્મા આવવાની શક્યતા રહેલી છે બધાને નંબરના ચશ્મા આવે એ જરૂરી નથી પરંતુ વધુ પડતો સ્ક્રીનટાઈમ હિતાવહ પણ નથી. જેથી વધારે પડતું લાઈટ આંખમાં ન આવે તે માટે મોબાઇલ સ્ક્રીન કે કોમ્પ્યુટર સ્ક્રીનની લાઈટ સિસ્ટમ ઓપ્ટિમમ લેવલ પર સેટ કરવી જોઈએ.
- શિક્ષકોએ બાળકોને ભણાવતી વખતે થોડા થોડા સમયે ઓફસ્ક્રીન કરવા જોઈએ જેથી. બાળકોની આંખના નજીકના સ્નાયુઓ પર વધુ પડતું જોર પડશે નહીં.ડિજિટલ શિક્ષણ મેળવતી વખતે 20-20 નિયમ સાથે સાવચેતી રાખવામાં આવે તો દેશના ભવિષ્ય એવા બાળકો બચાવી શકાય છે.
Last Updated : Jun 22, 2020, 1:27 PM IST