ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાત મધ્યપ્રદેશની સરહદે દાહોદની ખંગેલા ચેકપોસ્ટ પર પરપ્રાંતીયો અટવાયા - શ્રમીકો

લોકડાઉન દરમિયાન ગુજરાતમાં ઘેરાયેલા પરપ્રાંતિય શ્રમિકોને પોતાના વતનમાં જવા માટે સરકાર દ્વારા સ્પેશિયલ બસથી મોકલવામાં આવી રહ્યા છે. તેવા સમયે ઉત્તર પ્રદેશના શ્રમિકોને મધ્યપ્રદેશની સરકાર પસાર થવા દેવાની ના પાડતા તેઓ ગુજરાતની ખંગેલા બોર્ડર પર અટવાઈ પડ્યા છે.

ખંગેલા ચેકપોસ્ટ પર પરપ્રાંતીયો અટવાયા
ખંગેલા ચેકપોસ્ટ પર પરપ્રાંતીયો અટવાયા

By

Published : May 2, 2020, 4:09 PM IST

દાહોદઃ કોરોના વાઇરસ સામેની લડાઈમાં વિજેતા થવા માટે સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરી લોકોને જે તે જગ્યા પર રહેવા માટેની તાકીદ કરવામાં આવી હતી. સરકાર દ્વારા બે તબક્કા બાદ ત્રીજા તબક્કાનું લોકડાઉન શરૂ રાખવાની સાથે ગુજરાત સરકારે પરપ્રાંતીય લોકોને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી પરવાનગી સાથે જવાની મંજૂરી આપી છે.

ખંગેલા ચેકપોસ્ટ પર પરપ્રાંતીયો અટવાયા

આ તકે મંજૂરી આપતાની સાથે જ પ્રાઇવેટ વાહનો અને બસમાં બેસીને ઉત્તર પ્રદેશના પરપ્રાંતીય લોકો દાહોદ જિલ્લાની ખંગેલા ચેકપોસ્ટ પર આવેલા ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદે પહોંચ્યા હતા. જ્યાં મધ્યપ્રદેશ સરકારે ઉત્તર પ્રદેશ રાજ્યના લોકોની બસને પ્રવેશ આપ્યો નહોતો. જેથી ૧૫૦૦થી ૨૦૦૦ જેટલા લોકો ગુજરાતની ખંગેલા બોડર પર અટવાઈ પડ્યા છે. આ અટવાયેલા ઉત્તર પ્રદેશના શ્રમિકોની દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશના શ્રમિકોને નહીં જવા દેવામાં આવતા તેઓમાં ભારેલો અગ્નિ જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details