- આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે 12 માર્ચે દાહોદમાં યોજાશે વિવિધ કાર્યક્રમો
- કલેક્ટર વિજય ખરાડીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કાર્યક્રમોની રૂપરેખા નક્કી કરાઈ
- 12 માર્ચથી 75 સપ્તાહ સુધી આઝાદીના અમૃત મહોત્સવની થશે ઉજવણી
દાહોદઃ દેશને આઝાદી મળ્યાને આગામી 15 ઓગસ્ટના દિવસે 75 વર્ષ પુરા થઈ રહ્યા છે. આગામી 15મી ઓગસ્ટને લઈ સમગ્ર દેશમાં 75 સપ્તાહ પૂર્વેથી એટલે કે આગામી 12 માર્ચના રોજથી આઝાદીનો અમૃત મહોત્સવ નામથી વિવિધ કાર્યક્રમોનો યોજાવાના છે. તેમજ તે દિવસે ઐતિહાસિક દાંડી કૂચની 91મી વર્ષગાંઠ પણ છે.
કલેકટર કચેરીના સભાખંડમાં બેઠક યોજાઈ
આઝાદીના અમૃત મહોત્સવનો દાહોદ જિલ્લામાં પણ 12 માર્ચના રોજથી પ્રારંભ કરવામાં આવશે. જિલ્લા કક્ષાએ આઝાદીનો અમૃત મહોત્સવ નિમિત્તે યોજાનારા વિવિધ કાર્યક્રમોની રૂપરેખા સંદર્ભે જિલ્લા કલેક્ટર વિજય ખરાડીના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં આઝાદીના અમૃત મહોત્સવના કાર્યક્રમોની રૂપરેખા નક્કી કરવામાં આવી હતી.