દાહોદ જિલ્લાના ફતેપુરા નગરમાં છેલ્લા કેટલાક સમયથી રસ્તા ઉપર વેપારીઓ તેમજ લોકો દ્વારા દબાણો કરવામાં આવેલા હોવાના કારણે નગરમાં ટ્રાફિક સમસ્યા જટીલ બની છે. નગરના વિવિધ વિસ્તારોમાં ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. પંચાયત દ્વારા ગામમાં યોગ્ય સફાઈ કરવામાં નહીં આવતા લોકોમાં છેલ્લા કેટલાક સમયથી રોષ ભભૂકી રહ્યો હતો. ગંદકી કે ટ્રાફિક સહિત વિવિધ પ્રશ્નો વારંવાર રજૂઆત છતાં પણ યોગ્ય નિરાકરણ નહી આવતા ગ્રામીણ ઉશ્કેરાયા હતા.
દાહોદ: ફતેપુરામાં સમસ્યાનો નિકાલ નહીં આવતા નગરજનોએ ગ્રામ પંચાયતને તાળાબંધી કરી - Dahod news
દાહોદ: ફતેપુરા તાલુકા મથકના ફતેપુરા નગરમાં છેલ્લા કેટલાક સમયથી આરોગ્ય ગંદકી અને દબાણોને લઈને પ્રજાજનોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુશ્કેલીઓનો હલ લાવવા માટે વારંવાર રજૂઆત કરવા છતાં પંચાયત દ્વારા કોઈ નક્કર પગલા નહીં લેવામાં આવતા કંટાળેલા ગ્રામજનોએ હોબાળો મચાવી ગ્રામ પંચાયતને તાળાબંધી કરી છે.
Etv Bharat
ફતેપુરા પંચાયત કોમ્પલેક્ષની 31 દુકાનો પંચાયત દ્વારા ખાલી ન કરાતા નવું ટેન્ડર જાહેર ન કરાતા પંચાયતના સભ્યોએ જ ફતેપુરા ગ્રામ પંચાયતના ખોરંભે પાડેલા વહીવટથી કંટાળી આજરોજ પંચાયત કચેરીને તાળાબંધી કરી વિરોધ નોંધાવતા સમગ્ર ઘટના ટોક ઓફ ધિ ટાઉન બની છે.
Last Updated : Nov 25, 2019, 7:11 PM IST