- 72માં પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી દાહોદ મુકામે થશે
- એક વખત રિહર્સલ કરવામાં આવશે
- જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા પૂરજોશમાં કામગીરી
દાહોદ: 72માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવા માટે દાહોદ મુકામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 26 જાન્યુઆરીના રોજ સવારના સમયે એરફોર્સના 2 ચેતક હેલીકોપ્ટર દાહોદના આકાશમાંથી ઉડશે. આ હેલીકોપ્ટર દ્વારા રાષ્ટ્રધ્વજ ઉપર પુષ્પ વર્ષા કરવામાં આવશે. આ બન્ને હેલીકોપ્ટર રાષ્ટ્રધ્વજ ઉપર ગુલાબની પાંખડીઓ વરસાવશે.
દાહોદ મુકામે પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણીની તડામાર તૈયારીઓ
72માં પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી દાહોદ મુકામે કરવામાં આવશે. જેની પૂર્વ તૈયારીરૂપે તડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે. જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા પૂરજોશમાં કામગીરી થઈ રહી છે. પ્રજાસત્તાક દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાવાના છે. આ કાર્યક્રમોની માહિતી આપતા જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજે આ ઇવેન્ટની માહિતી આપતા કહ્યું કે, વડોદરા એરફોર્સ સ્ટેશન ઉપરથી બે ચેતક હેલીકોપ્ટર 26 જાન્યુઆરીના રોજ દાહોદ આવશે. આ હેલીકોપ્ટર દ્વારા તિરંગા ઉપર પુષ્પ વર્ષા કરવામાં આવશે. આ માટે હેલીકોપ્ટરમાં 50 કિલો ગુલાબના ફૂલો રાખવામાં આવશે. આ ફૂલોને એરફોર્સના જવાન નીચે વરસાવશે. આ માટે એક વખત રિહર્સલ કરવામાં આવશે.