બોટાદ જિલ્લામાં આવેલા તુરખા ગામે શનિવારના રોજ મહેશભાઇ ગોરાભાઇ અને મહેશભાઇ દિલાભાઇ નામક બે પિતરાઇ ભાઇઓ ખેતરમાં કામ કરતા હતા. તે દરમિયાન વરસાદી વાતાવરણમાં વીજળી પડવાના કારણે બંને પિતરાઈ ભાઈઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. જે બાદ બન્ને ભાઇઓના મૃતદેહને બોટાદમાં આવેલી સોનાવાલા હૉસ્પિટલમાં પૉસ્ટમૉર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા.
બોટાદમાં વીજળી પડવાથી બે પિતરાઇ ભાઇઓના ઘટના સ્થળે જ નિપજ્યાં મોત - died
બોટાદ: જિલ્લામાં આવેલા તુરખા ગામમાં શનિવારના રોજ ખેતરમાં કામ કરતા બે પિતરાઈ ભાઈઓ પોતાના ખેતરમાં કામ કરી રહ્યાં તે દરમિયાન વરસાદી વાતાવરણમાં બન્ને ભાઇઓ પર વીજળી પડવાથી મોત ઘટના સ્થલે જ મોત નિપજ્યાં હતા.
પ્રતિકાત્મક
આ બન્ને પિતારાઇ ભાઇઓના એક સાથે મોત મૃત્યું થવાના કારણે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. મૃત્યુ પામનારમાં 23 વર્ષિય મહેશભાઇ ગોરાભાઇ તથા મહેશભાઇ દિલાભાઇ નામક ભાઇઓ છે.