દાહોદઃ અમદાવાદ શહેર પોલીસના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના એક પોલીસકર્મીનું કોરોના વાઈરસના કારણે મૃત્યુ થવાને પગલે દાહોદ પોલીસ તંત્રએ આજે સવારમાં બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
અમદાવાદના કોરોના વોરિયરના નિધન પર દાહોદ પોલીસની શ્રદ્ધાંજલિ - dahod covid-19
અમદાવાદ શહેર પોલીસના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના એક પોલીસકર્મીનું કોરોના વાઈરસના કારણે મૃત્યુ થવાને પગલે દાહોદ પોલીસ તંત્રએ આજે સવારમાં બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
અમદાવાદના કોરોના વોરિયરના મૃત્યુ બદલ દાહોદ પોલીસ તંત્રની મૌન પાળી શ્રદ્ધાંજલિ
દાહોદ જિલ્લા પોલીસ વડાની કચેરીના પટાંગણમાં તમામ પોલીસકર્મીઓ સામાજિક અંતરના નિયમોના પાલન સાથે એકત્ર થયા હતા અને બે મિનિટનું મૌન પાળીને મૃતકને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ શોકસભાનું નેતૃત્વ એસપી હિતેશ જોયસરે કર્યું હતું. તેમણે સ્વર્ગસ્થના બલિદાનને બિરદાવી શોક વ્યક્ત કર્યો હતો.