ગુજરાત

gujarat

ETV Bharat / state

સોનભદ્ર હત્યાકાંડના આરોપીઓને ફાંસીની સજા આપવા આદિવાસી સમુદાયની માગ - આદિવાસી

દાહોદ: ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લાના મુરતિયા ગામમાં આદિવાસી સમુદાયના 10 લોકોને ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાના વિરોધમાં ભીલ પ્રદેશ વિદ્યાર્થી મુક્તિ મોરચા દ્વારા રાષ્ટ્રપતિને સંબોધન કરતો આવેદનપત્ર દાહોદ જિલ્લા સમાહર્તાને આપવામાં આવ્યું હતું. આ હત્યારાઓ સામે તપાસ કરી તેમને ફાંસીની સજા આપવાની માગ કરવામાં આવી હતી.

સોનભદ્ર હત્યાકાંડના આરોપીઓને ફાંસીની સજા આપવા આદિવાસી સમુદાયની માગ

By

Published : Jul 28, 2019, 4:30 AM IST

ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લાના મુરતિયા ગામમાં જમીન માફિયાઓ દ્વારા ટ્રેક્ટરમાં ગુંડાઓ ભરીને આદિવાસીઓ પર બેરહમીપૂર્વક ગોળીબાર કરી 10 જણાને મોતને ઘાટ ઉતાર્યા હતા. જ્યારે અન્ય 25 જેટલા લોકોને ગંભીર ઇજા પહોંચાડી ફરાર થઈ જતા દેશમાં હડકંપ મચી જવા પામ્યો હતો. આ કૃત્ય આચરનારા અસામાજિક તત્વોને તાત્કાલિક પોલીસ ઝડપી પાડ્યા હતા. જેમાં તપાસ કર્યા બાદ આ તત્વોને ફાંસીના માંચડે લટકાવી દેવાની માગ સાથે દાહોદ જિલ્લા ભીલ પ્રદેશ વિદ્યાર્થી મુક્તિ મોરચા દ્વારા રાષ્ટ્રપતિને સંબોધન કરતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું હતું.

સોનભદ્ર હત્યાકાંડના આરોપીઓને ફાંસીની સજા આપવા આદિવાસી સમુદાયની માગ

આ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ આ અસામાજિક તત્વો સામે અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ પ્રમાણે સખત કાર્યવાહી કરવામાં આવે. તેમજ ફાયરિંગમાં મૃત્યુ પામનાર પરિવારને એક કરોડ રૂપિયા આપવાની માગ કરવામાં આવી છે. આ પ્રકરણની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કરી દોષીઓને ફાંસીને માંચડે લટકાવવાની માગ પણ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details