દાહોદ જિલ્લાના સંજેલી તાલુકા મુખ્ય મથકે આવેલા મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી મુકામે વહીવટીતંત્ર અને સામાજિક વનીકરણ વિભાગના સંયુક્ત ઉપક્રમે તાલુકા કક્ષાના 70માં વન મહોત્સવ ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
સંજેલીમાં મામલતદાર કચેરી મુકામે કરાયું વૃક્ષારોપણ - DHD
દાહોદ: જિલ્લાની સંજેલી તાલુકાની મામલતદાર કચેરી મુકામે વનવિભાગ અને વહિવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે 70માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. અધિકારી અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં થયેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં નગરવાસીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ પર્યાવરણમાં વૃક્ષની મહિમા વિશે માર્ગદર્શન આપ્યું હતું.
સંજેલી કોર્ટના જસ્ટિસ જે.જે.જાદવના અધ્યક્ષ પદ હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સંજેલી બાર એસોસીએશનના વકીલ સદસ્યો, સંજેલી તાલુકા વિકાસ અધિકારીએ જે ભરવાડ, મામલતદાર વી.જી રાઠોડ તેમજ પરિક્ષેત્ર વન અધિકારી વિસ્તરણ કે.બી. મછાર તથા પરિક્ષેત્ર વન અધિકારી નોર્મલ રેન્જ આર.જે. વણકર તેમજ સંજેલી પોલીસ સ્ટેશનના PSI ડી.એસ.ઇસરાણી તથા દાહોદ જિલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ સલીમભાઇ મિર્ઝા તેમજ તમામ કચેરીના સ્ટાફ ગણ અને ગ્રામજનોએ મળીને સંજેલી મામલતદાર કચેરીએ વૃક્ષારોપણ કર્યું હતું.