- દાહોદમાં એમ્બ્યુલન્સમાં ગેરકાયદે વિદેશી દારૂ સાથે ત્રણ નબીરા ઝડપાયા
- LCBની ટીમે એમ્બુલન્સ ચેક કરતા વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
- એમ્બ્યુલન્સમાંથી વિદેશી દારૂ તથા બીયર મળી કુલ રૂપિયા 32,480નો જથ્થો ઝડપાયો
દાહોદઃ શહેરના ગરબાડા ચોકડી પર વાહન ચેકિંગ કરી રહેલા LCBની ટીમે એમ્બુલન્સ ચેક કરતા વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે રાજકોટના ગોંડલ શહેરના બે નબીરાઓની અટકાયત કરી ત્રણ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દાહોદમાં એમ્બ્યુલન્સમાં ગેરકાયદેસર વિદેશી દારૂ સાથે રાજકોટના ત્રણ નબીરા ઝડપાયા કોરોના મહામારી નાથવા માટે વહીવટીતંત્ર આરોગ્ય તંત્ર સાથે પોલીસ પ્રશાસન પણ દાહોદ શહેરમાં પ્રવેશ કરતા તમામ માર્ગો પર માસ્ક વિનાના નીકળતા લોકો સામે તેમજ કાયદાનો ભંગ કરનાર વાહન ચાલકો સામે કડક હાથે કાર્યવાહી કરી રહી હતી. તેવા સમયે ગરબાડા ચોકડી પર લોકલ ક્રાઇમ બ્રાંચના કર્મચારીઓએ રાજકોટ પાસિંગની એમ્બ્યુલન્સને અટકાવી પૂછપરછ કરી કરી હતી.
દાહોદમાં એમ્બ્યુલન્સમાં ગેરકાયદેસર વિદેશી દારૂ સાથે રાજકોટના ત્રણ નબીરા ઝડપાયા એમ્બ્યુલન્સની કિંમત રૂપિયા 3 લાખ તથા ઝડપાયેલા ઈસમોના મોબાઈલ ફોન વગેરે મળી કુલ રૂપિયા 3,32,980ના મુદ્દામાલ સાથે દાહોદ LCB પોલીસે બંન્નેને ઝડપી પાડી સઘન પુછપરછનો ધમધમાટ શરૂ કર્યા છે.