ગુજરાત

gujarat

ETV Bharat / state

પ્રેમી સાથે ભાગી જનાર પરિણીતાને ગ્રામજનોએ આપી તાલિબાની સજા, વિડીયો થયો વાયરલ - Etv bharat

દાહોદઃ સંજેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પરણિત મહિલા અન્ય યુવક સાથે પ્રેમસંબંધ બાંધી પલાયન થઇ ગઇ હતી. જે મહિલા પકડાય જતા ગ્રામજનોએ યુવકના ખભે મહિલાને બેસાડી મમતા તાલિબાની સજારૂપે ગામમાં ફેરવવામાં આવી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ વિભાગ દોડતું થયું હતું.

etv bharta dhahod

By

Published : Sep 17, 2019, 10:12 AM IST

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના વિસ્તારમાં થોડા સમય પહેલા પરણિત મહિલા ગામના અન્ય યુવક સાથે આંખ મળી જતા પ્રેમ સંબંધ બાંધીને ફરાર થઈ ગયા હતા. આ પ્રેમી પંખીડાઓ લાંબા સમય બાદ પકડાઈ જતા આ પરણિત મહિલાના પતિના પરિવારજનો દ્વારા મહિલા અને પ્રેમી યુવકને પકડી અને પ્રેમી યુવકના ખભે મહિલાને બેસાડીને ગામમાં વરઘોડો કાઢતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.

પ્રેમી સાથે ભાગી જનાર પરિણીતાને ગ્રામજનોએ આપી તાલિબાની સજા, વિડીયો થયો વાયરલ

મહિલાને યુવકના ખભે બેસાડી કિકિયારી પાડતા જઈ ગ્રામજનોએ વરઘોડો કાઢ્યો હતો. આ વીડિયો કયા ગામનો છે તેની હજુ પોલીસ વિભાગ દ્વારા પુષ્ટિ કરવામાં આવી નથી. સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયો પોલીસે કબ્જે લઇ તપાસ હાથ ધરવામાં આવી છે. તેમાં ઝાલોદ DYSP અને સંજેલી પોલીસ સ્ટેશનના PSIને તપાસ કરી કાયદો હાથમાં લેનાર તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે જિલ્લા પોલીસ વડા હિતેશ આદેશ જાહેર કર્યો છે. આ વીડિયોની પુષ્ટી Etv bharat કરતું નથી.

ABOUT THE AUTHOR

...view details