દાહોદ : રાજ્ય સરકાર દ્વારા કાઠીયાવાડ પંથકમાં વસવાટ કરતા માલધારી સમાજના રબારી ,ભરવાડ ,ચારણ જાતિઓને આદિવાસીઓના પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. ત્યારથી મૂળ આદિવાસીઓમાં રોષ ભભૂકયો છે. ખોટી રીતે આદિવાસીઓના પ્રમાણપત્ર મેળવીને નોકરી પર લાગેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ તેમના પ્રમાણપત્ર રદ કરવાની માંગ સાથે આદિવાસી વિસ્તારમાં ભારે રોષ ભભૂકયો હતો.
તેવા સમયે કાઠીયાવાડ પંથકમાં માલધારી સમાજ દ્વારા આદિવાસીઓના પ્રમાણપત્રો માટે સરકાર પર દબાણ બનાવી રહી છે. તેમજ LRDની ભરતીમાં કૂણું વલણ અપનાવવામાં આવી રહ્યો હોવાનું આદિવાસી સમાજના ધ્યાને આવતા તેઓ ગાંધીનગર મુકામે આવેલા બિરસા મુંડા ભવન મુકામે ધરણા પર બેઠા છે.