દાહોદઃ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા હસ્તક રહેલા દાહોદ શહેરના રેલવે ઓવર બ્રિજથી ઝાલોદ બાયપાસ સુધીના રસ્તાનું રૂપિયા 2 કરોડના ખર્ચથી નવીનીકરણ કરવામાં આવશે. હાઇવે ઓથોરિટીએ આ માટેની રકમ રાજ્યના માર્ગ અને મકાન વિભાગને અપાતા હવે ટૂંક સમયમાં નવો રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે.
દાહોદ શહેરના ઝાલોદ રોડ રેલવે ઓવર બ્રિજથી ઝાલોદ રોડ બાયપાસ સુધીનો 7 કિલોમીટરનો રસ્તો 15 મિનિટનો બનાવવા માટેનું ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. નાયબ કાર્યપાલક ઇજનેર વિજય ભાભોરે જણાવ્યું કે, આ 7 કિલોમિટરનો માર્ગ હાઇવે ઓથોરિટી પાસે હોવાથી તેના મેઇન્ટન્સમાં તકલીફ પડતી હતી. કારણ કે, હાઇવે ઓથોરિટીની એક ઓફિસ ચિત્તોડગઢ અને બીજી ઓફિસ ગોધરા આવી છે. આ બાબતે કલેક્ટર વિજય ખરાડીએ આ રસ્તો રાજ્યના માર્ગ અને મકાન વિભાગ હસ્તક લેવા જણાવ્યું અને બાદમાં આ બાબતે સરકારમાં દરખાસ્ત કરવામાં આવી હતી.