દાહોદના સિંગવડ તાલુકાના મછેલાઈ ગામમાં જિલ્લા કલેક્ટર વિજય ખરાડી અધ્યક્ષસ્થાને ગામમાં રાત્રીસભા યોજાઈ હતા. જેમાં ઇન્દિરા ગાંધી વૃદ્ધ પેન્શન યોજના, વિધવા સહાય યોજના જેવી યોજનાઓ હેઠળ લાભાર્થીઓને સહાય આપવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરે સંબધિત અધિકારીઓને ગ્રામજનોની સમસ્યાઓની તાકીદે નિરાકરણ લાવવા સૂચન કર્યુ હતું.
કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું હતું કે, પાયાના ક્ષેત્રો ખેતી, પશુપાલન, આરોગ્ય, શિક્ષણમાં અસરકારક કામગીરીથી વિકાસની પ્રક્રિયાને વેગ મળતો હોય છે. જિલ્લામાં માતા મૃત્યુનો દર ઘટાડવા માટે આપણે સૌએ સાથે મળીને પ્રયાસો કરીએ અને માતા બહેનોની સર્ગભા અવસ્થાના પહેલા 90 દિવસમાં અવશ્ય નોંધણી કરાવવું જોઈએ. સાથે જ સર્ગભા માતાને પૂરતું પોષણ મળે તે માટે ખાસ કાળજી રાખવા અને કુપોષણના કલંકને દૂર કરવા ભારપૂર્વક જણાવ્યું હતું.