દાહોદ: જેકોટમાં પ્રેમી પંખીડાએ કરી આત્મહત્યા - દાહોદમાં પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરી
દાહોદ જિલ્લાના જેકોટ રેલવે સ્ટેશન નજીક ટ્રેન નીચે પડતું મૂકી પ્રેમી પંખીડાએ જીવન ટૂંકાવી લીધું છે. જેથી સમગ્ર વિસ્તારમાં ઉહાપોહ મચી ગયો છે. પ્રેખી પંખીડાના આત્યમહત્યા કરવાથી રેલવે પોલીસે પરિવારજનોને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જેકોટમાં પ્રેમી પંખીડાએ કરી આત્મહત્યા
દાહોદ: શહેર અને તાલુકા વિસ્તારના સગીર પ્રેમીપંખીડાએ ગુડ્સ ટ્રેન નીચે પડતું મૂકી મોતને વહાલું કર્યું છે. જેથી સમગ્ર વિસ્તારમાં ઉહાપોહ મચી ગયો છે. રેલવે પોલીસે બન્ને સગીરના પરિવારજનોને જાણકારી આપી. જેથી પરિવારના સભ્યો પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. દાહોદ પોલીસે મૃતદેહને પોસ્ટપોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.