ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદના વકીલોની આર્થિક સ્થિતિ ગંભીર બનતા જુનિયર વકીલોને જીવનનિર્વાહ ચલાવવું મુશ્કેલ

વૈશ્વિક કોરોના મહામારીનું સંક્રમણ રોકવા સરકારે લોકડાઉન બાદ અનલોકમાં તમામ સેક્ટરો શરૂ કરતાં સ્થિતિ થાળે પડી છે, પરંતુ ન્યાયાલય હજુ ફિઝિકલ અવસ્થામાં શરૂ નહીં થવાના કારણે દાહોદ જિલ્લાના વકીલોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. કાઉન્સિલની રજૂઆત બાદ ઓનલાઇન મુદ્દામાલની અરજી કોર્ટે સ્વીકારવાનું શરૂ કર્યું છે, પરંતુ જિલ્લાના જૂનિયર વકીલો પાસે સ્માર્ટ મોબાઈલની સુવિધા નહીં હોવાના કારણે તેમને બે ટંકનો રોટલો કાઢવો પણ મુશ્કેલ બન્યો છે. આ ગંભીર સ્થિતિમાં બાર કાઉન્સિલ કે સરકાર જુનિયર વકીલોને આર્થિક સહાય કરે અને જિલ્લા કોર્ટમાં ફિઝિકલી કાર્યવાહી શરૂ કરવાની માંગ કરી રહ્યા છે

વકીલોની આર્થિક સ્થિતિ ગંભીર
વકીલોની આર્થિક સ્થિતિ ગંભીર

By

Published : Jun 30, 2020, 4:49 PM IST

Updated : Jun 30, 2020, 5:49 PM IST

દાહોદ : વૈશ્વિક કોરોના મહામારીએ દેશના તમામ સેકટર પર પંજો મારતા તેમની ઈકોનોમી સ્થિતિ હાલકડોલક થવા પામી છે. મહામારીના પગલે કેટલાક લોકો નોકરી જતી રહેવાના કારણે બેરોજગાર બની ગયા છે જેમાં દાહોદ જિલ્લાના વકીલોનો પણ સમાવેશ થઇ રહ્યો છે. દાહોદ જિલ્લાની કોર્ટ સાડા ત્રણ મહિનાથી બંધ હોવાના કારણે કેસોની સુનાવણી વિલંબમાં પડી છે આ કેસોની સુનાવણી વિલંબ હોવાના કારણે વકીલોની આર્થિક સ્થિતિ કથળવા પામી છે તેમાં પણ કોર્ટમાં કેસ નહીં ચાલવાના કારણે રોજેરોજ કમાઈને ખાનાર જૂનિયર વકીલોની હાલત ખરાબ બની છે. અમુક વકીલો કોર્ટમાં ઓનલાઇન કામગીરી કરી રહ્યા છે, પરંતુ જૂનિયર વકીલ પાસે ઓનલાઇન સુવિધા ન હોવાના કારણે તેમની સ્થિતિ અતિ ગંભીર બનવાની સાથે જીવનનિર્વાહ કરવો પણ મુશ્કેલ બની રહ્યો છે.

વકીલોની આર્થિક સ્થિતિ ગંભીર

ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા કેટલાક જૂનિયર વકીલોને 5000ની આર્થિક સહાય કરવામાં આવી છે. જે સહાય નહીવત્ જેવી છે જેથી રાજ્ય સરકાર તેમજ ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા વકીલના વ્યવસાય સાથે જોડાયેલા જૂનિયર વકીલોને આર્થિક સંકડામણથી બહાર આવી પોતાનું તેમજ પરિવારનો જીવનનિર્વાહ કરી શકે તે માટે આર્થિક મદદ કરવી જોઈએ અને દાહોદ જિલ્લાની કોર્ટનું સર્વે કરી ફિઝિકલ કોર્ટ શરૂ કરવામાં આવે તો જૂનિયર વકીલોની સ્થિતિ સુધરી શકેનું દાહોદ વકીલ મંડળના પ્રમુખ અજયપ્રતાપસિંહ જણાવી રહ્યા છે

વકીલોની આર્થિક સ્થિતિ ગંભીર
  • ગુજરાત બાર કાઉન્સિલ અને સરકાર સહાય કરે

દાહોદ જિલ્લામાં વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા વર્ષ 2006 પછીના જૂનિયર વકીલોને રૂપિયા 5,000 અને આર્થિક સહાય ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા કરવામાં આવી છે. જે જીવન નિર્વાહ માટે પૂરતી નથી. દાહોદ જિલ્લાની કોર્ટમાં ઓછી ફી લઈને કામ કરતા જૂનિયર વકીલોને રાજ્ય સરકાર તેમજ ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા જૂનિયર વકીલોના હિતને ધ્યાનમાં રાખીને સહાય રકમ આપવા આમાં હવે તો આ જૂનિયર વકીલોને અતિ ગંભીર પરિસ્થિતિમાં તેમનું જીવન નિર્વાહ કરવામાં સહાયતા બની શકે છે.

વકીલોની આર્થિક સ્થિતિ ગંભીર
  • ફિઝિકલી કોર્ટ બંધ હોવાથી પક્ષકાર અને વકીલોને નુકસાન

કોરોના મહામારી ના પગલે ન્યાયાલય માં હાલ ફિઝિકલ કામગીરી બંધ છે અને મુદ્દામાલ તેમજ જામીન અરજીઓની ઓનલાઇન સુનાવણી કરવામાં આવી રહી છે, પરંતુ જામીન અરજીમાં સરકારી વકીલ દ્વારા આરોપી વિરુદ્ધ કોઈ એફિડેવીટ રજૂ કરવામાં આવે છે તો તે પક્ષકારનો વકીલ જોઈ શકતો નથી. જેથી પક્ષકાર અને વકીલને નુકસાન થાય છે.

વકીલોની આર્થિક સ્થિતિ ગંભીર
  • ઓનલાઇન સુનાવણીમાં જુનિયર વકીલોને કામ કરવું દુષ્કર બન્યું

ન્યાયાલયમાં મુદ્દામાલ અરજી અને જામીન અરજીની સુનાવણી કરવામાં આવી રહી છે, પરંતુ દાહોદ જિલ્લામાં વકાલતના વ્યવસાય સાથે સંકળાયેલા જુનિયર વકીલ પાસે સ્માર્ટફોનની સુવિધા પણ ઉપલબ્ધ કરી શક્યા નથઈ. આ વકીલો સ્માર્ટ ફોન ખરીદી શકે એવી આર્થિક સ્થિતિ ન હોવાના કારણે તેમના માટે ઓનલાઇન કામગીરી કરવી પણ દિવાસ્વપ્ન સ્વરૂપ છે.

  • હાઇકોર્ટની ટીમે ગ્રામ્ય વિસ્તારની કોર્ટનું સર્વે કરવુ જોઈએ

હાઇકોર્ટ અને સુપ્રીમની નવી ગાઇડલાઇન પ્રમાણે એકથી દોઢ મહિના સુધી કોર્ટ શરૂ થવાની કોઈ શક્યતા નથી. ફિઝિકલ કોર્ટ સંદર્ભે દાહોદ જિલ્લાની વાત કરીએ તો દાહોદની કોર્ટ શહેરથી છ કિલોમીટર દૂર આવેલી છે. કોર્ટમાં વકીલો અને ન્યાયાધીશ વચ્ચે વધુ ડિસ્ટન્સ છે. કોર્ટમાં લોકોની ભીડભાડ હોતી નથી જો કોર્ટ શરૂ કરવામાં આવે તો આવેતો પક્ષકારને નુકસાન નહીં થાય અને વકીલો કામ કરી શકવાના કારણે તેમની આર્થિક સ્થિતિમાં રાહત મળી શકશે જેથી દાહોદ બાર કાઉન્સિલના પ્રમુખ અજયપ્રતાપસિંહે નામદાર હાઈકોર્ટેને વિનંતી કરતા જણાવ્યું કે અમદાવાદ સુરતની સ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ જિલ્લાની કોર્ટના બાબતે નિર્ણય લેવામાં આવે છે. તે અમદાવાદ સુરત કોર્ટ માટે બરોબર છે, પરંતુ હાઇકોર્ટની ટીમ દ્વારા દાહોદની જિલ્લા કોર્ટનું પણ ઓબ્ઝર્વેશન કરવામાં આવે તે આવશ્યક છે.વર્તમાન સમયમાં ન્યાયાલય બંધ હોવાના કારણે કોર્ટમાં પક્ષકાર તેમજ વકીલો આવી શકતા નથી જેના કારણે વકાલતના વ્યવસાય સાથે સંકળાયેલા જૂનિયર વકીલોની પરિસ્થિતિ નાજુક બનવાના કારણે તેમનો જીવન નિર્વાહ ચલાવો પણ મુશ્કેલ બન્યો છે. આવી પરિસ્થિતિમાંથી જૂનિયર વકીલોને ઉગારવા માટે ગુજરાત બાર કાઉન્સિલ અને ગુજરાત સરકારે આર્થિક સહાય કરવી જોઈએ.

Last Updated : Jun 30, 2020, 5:49 PM IST

ABOUT THE AUTHOR

...view details