ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદમાં આગામી ત્રણ દિવસ લોકડાઉનમાં જનસહયોગ મળે તે માટે કલેક્ટરે કરી અપીલ - State Government

રાજ્યમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. સરકાર દ્વારા લોકડાઉન કરવામાં નથી આવ્યું પણ સ્થાનિક પ્રસાશન પોતાની રીતે કોરોનાની ચેઈન તોડવા માટે લોકડાઉન કરી રહ્યા છે. દાહોદ જિલ્લામાં કોરોના કેસ વધતા જિલ્લામાં 3 દિવસ માટે લોકડાઉન કરવામાં આવ્યું છે.

band
દાહોદમાં આગામી ત્રણ દિવસ લોકડાઉનમાં જનસહયોગ મળે તે માટે કલેક્ટરે કરી અપીલ

By

Published : Apr 26, 2021, 2:08 PM IST

Updated : Apr 26, 2021, 2:41 PM IST

  • દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણને રોકવા આગામી ત્રણ દિવસ સંપૂર્ણ લોકડાઉન
  • જીવન જરૂરીયાતની વસ્તુઓ સવારે 8 થી બપોરના 2 માં ખરીદવાની રહેશે
  • આગામી તા. 26 થી તા. 28 ત્રણ દિવસ લોકડાઉનમાં જનસહયોગ મળે તે માટે કલેક્ટરની અપીલ

દાહોદ : જિલ્લામાં કોરોના સંક્રમણના વધતા કેસોને ધ્યાને લઇ કલેક્ટર વિજય ખરાડીએ આગામી ત્રણ દિવસ એટલે કે તારીથ 26 થી તારીખ 28 એપ્રીલ સુધી સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરી છે. લોકડાઉન દરમિયાન સવારે 8 થી બપોરના 2 દરમિયાન જીવન જરૂરીયાતની વસ્તુઓની ખરીદી કરી શકાશે અને તેની જ દુકાનો ખોલી શકાશે. જિલ્લાના નાગરિકોને લોકડાઉન સફળ બનાવવા માટે તંત્રને સહયોગ આપવા કલેક્ટરએ અપીલ કરી છે.

કોરોના ચેઈન તોડવી જરુરી

કોરોના મહામારીનો દાહોદ જિલ્લામાં દિન-પ્રતિદિન સંક્રમણનું પ્રમાણ વધી રહ્યો છે તેમજ મૃત્યુઆંકમાં વધારો નોંધાવા પામ્યો છે. દાહોદ જિલ્લામાં કોરોના આ મહામારીનો કહેર વધવાના કારણે તેની ચેઈન તોડવી તંત્ર માટે અનિવાર્ય બન્યું છે. આ અનુસંધાનમાં આગામી 3 દિવસ માટે લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : દાહોદમાં કેટલાક દર્દીઓના શરીરમાં ઓક્સિઝનનું પ્રમાણ 70 ટકા, છતાં કોરોનાના લક્ષણો ના દેખાયા

જિલ્લામાં વધુ કર્યા કોરોના કેસ

કલેક્ટર ખરાડીએ જણાવ્યું કે, દાહોદ જિલ્લામાં છેલ્લા અઠવાડિયાથી કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે તે ખૂબ જ ચિંતાજનક છે અને છેલ્લા ચારેક દિવસથી કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા જિલ્લામાં ત્રણ આંકડામાં આવી રહી છે. આગામી ત્રણ દિવસ આપણે સંપૂર્ણ બંધનું પાલન કર્યું છે. કોરોના કેસોના સંક્રમણની ચેઈન તુટે- સંક્રમણની રફતાર ઘટે એ માટે આગામી તારીખ 26,27,28 એટલે કે સોમવાર, મંગળવાર અને બુધવાર જિલ્લામાં સંપૂર્ણ બંધ રહેશે. નાગરિકો આ વાતની નોંધ લે.

જીવન જરૂરીયાતની તમામ સેવા યથાવત્

જીવન જરૂરીયાતની વસ્તુઓ જે રીતે મળે છે તે મળતી રહેશે. ખાસ કરીને કરીયાણાની વસ્તુઓ લોકોને સરળતાથી મળી રહે એ માટે સવારે ૮ થી ૨ વાગ્યા દરમિયાન કરિયાણાની દુકાન ચાલુ રાખી શકાશે. બાકીની જે પણ વ્યવસ્થા છે તેમાં સહયોગ આપવા માટે પોલીસ તંત્ર, ગ્રામ પંચાયત અને જેટલી પણ ઓથોરિટી છે તેમને જનતા સહયોગ આપે તેવી મારી અપીલ છે.

Last Updated : Apr 26, 2021, 2:41 PM IST

ABOUT THE AUTHOR

...view details