ગુજરાત

gujarat

ETV Bharat / state

મુખ્યપ્રધાનના અધ્યક્ષસ્થાને "આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ" ઉજવાયો - મુખ્યપ્રધાન

દાહોદ: તાલુકામાં વિશ્વ આદિવાસી દિનની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં  મુખ્યપ્રઘાને સમગ્ર આદિવાસી વિસ્તારના14 જિલ્લાના 53 તાલુકાઓના સર્વાંગી વિકાસની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમજ  તેમણે આદિવાસી વિસ્તારમાં સૈનિક શાળાઓ શરૂ કરવાનું આયોજન રાજ્ય સરકારનું હોવાનું જણાવ્યું હતું.  આ કાર્યક્રમમાં  મુખ્ય સચિવ જે. એન. સિંહ, ધારાસભ્ય વજેસિંહ પણદા, ચંદ્રિકાબેન બારિયા, રમેશભાઇ કટારા, ભાવેશભાઇ કટારા, શૈલેષભાઇ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ યોગેશભાઇ પારઘી સહિત આદિવાસી સમાજના લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યાં હતા.

મુખ્યપ્રધાનના અધ્યક્ષસ્થાને "આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ" ઉજવાયો

By

Published : Aug 10, 2019, 2:14 AM IST

વિશ્વ આદિવાસી દિનની ઉજવણીમાં સહભાગી બનેલાં મુખ્યપ્રધાને આદિજાતિના નાગરિકોને આરોગ્ય, અદ્યતન શિક્ષણ, પાણી, રસ્તા સહિતની ભૌતિક સુવિધાઓ અને વિકાસ કામો માટે રાજ્ય સરકારે બજેટમાં આદિજાતિ વિકાસ કામો માટે રૂ. ર,૪૮૧ કરોડ ફાળવ્યા હોવાનું જણાવ્યું હતું. સાથે અત્યાર સુધીમાં વનબંધુ કલ્યાણ યોજના હેઠળ રૂ. 90 હજાર કરોડ આદિવાસી સમાજના કલ્યાણ માટે આપ્યા હોવાની જાણકારી આપી હતી.

મુખ્યમંત્રી અમૃતમ યોજના વિશે મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, "ગંભીર બિમારીગ્રસ્ત આદિજાતિના લોકોને આદિવાસી પેટા યોજના હેઠળ આર્થિક સહાય આપવામાં અને શિક્ષણ માટે મોડેલ શાળા, એકલવ્ય શાળા, છાત્રાલયો શરૂ કરવામાં આવી છે. સાથે આદિજાતિ વિસ્તારના બાળકોના પોષણ માટે 11 લાખ આદિજાતિ બાળકોને દૂધ સંજીવની યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના માટે પણ રૂ. 143કરોડની જોગવાઇ કરી છે. તેમજ નાના ગામોમાં પણ વીજળી પહોંચાડવામાં આવી છે. વનના અંતરિયાળ વિસ્તારના ગામો સુધી જવાના રસ્તા પાકા બનાવવામાં આવ્યા છે. આમ, ટ્રાયબલ બેલ્ટનો સર્વાંગી વિકાસ કરવાનું રાજ્ય સરકારનું લક્ષ્ય છે."

મુખ્યપ્રધાનના અધ્યક્ષસ્થાને "આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ" ઉજવાયો

આમ, આ કાર્યક્રમાં મુખ્યપ્રધાને સરાકરે કરેલાં કાર્યો અંગે માહિતી આપી હતી. ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે સ્માર્ટ સિટી મિશન હેઠળ દાહોદ નગરમાં પાણી અને ગટર માટેના રૂ. 282.66કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યુ હતું. તેમણે લાભાર્થીઓને સહાય ચેકનું વિતરણ પણ કર્યુ હતું. સાથે, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રમતગમતમાં સફળતા પ્રાપ્ત કરનાર આદિવાસી સમાજના કુ. સરિતા ગાયકવાડ સહિતના આઠ ખેલાડીઓનું બહુમાન પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતમાં મુખ્યપ્રધાને ને નિશાન ઇ-એકલવ્ય મોબાઇલ એપ્લિકેશન અને આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા પ્રકાશિત યોજનાઓને લગતી પુસ્તિકાનું લોન્ચિંગ પણ કર્યુ હતું.

ABOUT THE AUTHOR

...view details