સરકાર દ્વારા રાજ્ય સહિત દાહોદમાં કરૂણા અભિયાન અંતર્ગત ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગના દોરાથી ઇજાગ્રસ્ત થયેલા પશુ-પક્ષીઓને 10થી 20 જાન્યુઆરી સુધી સારવાર આપવામાં આવશે. તેમજ પતંગોના દોરાથી ઘાયલ થયેલા પક્ષીઓને નિઃશુલ્ક સારવાર માટે વહીવટી તંત્ર દ્વારા સવારમાં 8થી રાતના 8 કલાક સુધી વ્યવસ્થા કરવામાં આવી છે.
દાહોદમાં કરૂણા અભિયાન અંતર્ગત પક્ષીઓને સારવાર અપાઈ - latest news of kite festival
દાહોદઃ શહેર સહિત જિલ્લાભરમાં 10થી 20 જાન્યુઆરી સુધી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરૂણા અભિયાનનો કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. તે અંતર્ગત ઉત્તરાયણ પર્વ નિમિત્તે દાહોદ શહેરમાં પતંગ રસિયાઓના આનંદ વચ્ચે ઇજાગ્રસ્ત થયેલા આશરે 15 જેટલા પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી અને પૂર્ણ ગગનવિહાર કરાવવામાં આવ્યું હતું.
આ ઉપરાંત ઇમરજન્સી સારવાર માટે 25 મોબાઈલ વાન, વનવિભાગની 10 ટીમો અને દાહોદ જિલ્લા ગૌરક્ષક દળની ટીમને પણ ખડે પગે કરવામાં આવી હતી. તેમજ દાહોદ શહેરના માર્કેટયાર્ડમાં આવેલા પશુ દવાખાનામાં વિવિધ ટીમો દ્વારા ઇજાગ્રસ્ત પક્ષીઓને લાવી સારવાર કરાવવામાં આવી હતી. તો દિવસ દરમિયાન ઘુવડ, પોપટ, કબૂતર સહિત અનેક ઘાયલ પક્ષીઓની પ્રાઇમરી તેમજ સર્જનની સારવાર કરવામાં આવી હતી.
આ ઉપરાંત સામાન્ય ઘાયલ થયેલા પક્ષીઓને સારવાર બાદ તરત જ ગગનમાં વિહાર કરી છોડી મૂકવામાં આવ્યા હતા. જ્યારે વધુ ઈજાગ્રસ્ત ઘુવડ સહિતના પક્ષીઓને સારવાર માટે રાખવામાં આવ્યા હતા. જેમને સારવાર સંપૂર્ણ આપ્યા બાદ આકાશમાં છોડવામાં આવશે.