ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદમાં અનાજ માર્કેટના ત્રણ ગોડાઉનમાં તસ્કરો ચોરી કરી ફરાર

દાહોદઃ શહેરના અનાજ માર્કેટમાં એકસાથે ૩ ગોડાઉનના તાળા તુટતા પંથકમાં ચકચાર મચી ગયો છે. આ ત્રણ પૈકી એક દુકાનમાંથી તસ્કરોએ 1 લેપટોપ અને ૩૫ હજાર રૂપીયા રોકડા ચોરી ફરાર થઈ ગયા છે. જ્યારે બીજા 2 ગોડાઉનના તાળા તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કંઈ મળ્યુ નથી.

દાહોદ અનાજ માર્કેટ

By

Published : May 19, 2019, 4:15 AM IST

દાહોદ શહેર સહિત જિલ્લામાં દિન પ્રતિદિન તસ્કરોનો આતંક વધી રહ્યો છે. બંધ મકાન, દુકાન, લારી, ગલ્લા વગેરેને તસ્કરો દ્વારા દિવસભર રેંકી કરી રાત્રીના સમયે નિશાન બનાવતા હોય છે. ત્યારે પ્રજાના હિતને ધ્યાને રાખી અને પ્રજાની સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલિસ પણ રાત્રીમાં પેટ્રોલીંગ સઘન બનાવે તેવી લોક માગ ઉઠી રહી છે. જેથી તસ્કરોને મળતા મોકળા મેદાન પર રોક લગાવી શકાય.

દાહોદ અનાજ માર્કેટના ત્રણ ગોડાઉનમાં 70 હજારની ચોરી

દાહોદ અનાજ માર્કેટમાં ગોડાઉન ધરાવતા મોતીલાલ દેવનાની, હકીમુદ્દીન જાદલીવાલા અને કિસાન સુવિધા કેન્દ્ર એમ ત્રણ ગોડાઉનને તસ્કરોએ નિશાન બનાવી શુક્રવારે રાત્રીના સમયે તાળા તોડ્યા હતા. જેમાં મોતીલાલ દેવનાનીના અનાજના ગોડાઉનમાંથી તસ્કરોએ 1 લેપટોપ જેની 35 હજાર રોકડા 35 હજાર રૂપીયા એમ બંને મળી 70 હજારની ચોરી કરી હતી. જ્યારે ઉપરોક્ત બીજા બે ગોડાઉનના પણ તાળા તોડ્યા હતા, પરંતુ ગોડાઉનમાંથી કંઈ ન મળી આવતા ચોરીનો આ બે દુકાનમાં પ્રયાસ નિષ્ફળ નિવડ્યો હતો.

આ મામલે મોતીલાલ દેવનાનીએ દાહોદ શહેર પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેથી દાહોદ શહેર પોલિસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details