સંજેલી તાલુકાના તરકડા મહુડી ગામે 13 દિવસ અગાઉ એક જ પરિવારના છ સભ્યોની સામૂહિક હત્યા કરાઈ હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. ઘટનાની માહિતી મળતાં DIG, DSP, નાયબ કલેકટર, મામલતદાર અને ધારાસભ્ય સહિતનો કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો.
તરકડા મહુડી હત્યા કેસ: પોલીસને મળ્યાં આરોપી વિરુદ્ધ પુરાવા - Deputy Collector
દાહોદ: સંજેલી તાલુકાના તરકડા મહુડી ગામે એક જ પરિવારના છ સભ્યોની સામૂહિક હત્યાની ઘટનાથી ખળભળાટ સર્જાયો હતો. પોલીસની ટીમ દ્વારા સઘન તપાસ શરૂ કરાઈ હતી. પરંતુ હત્યાનું કારણ જાણી શકાયું ન હતું. સંજેલી મહિલા PSI દ્વારા નજીકના કુવાનું પાણી ખાલી કરવામાં આવતા ત્યાંથી હત્યા કરવામાં વપરાયેલી કુહાડી મળી આવી હતી. બીજા દિવસે વધુ તપાસ હાથ ધરાતા પથ્થર સાથે બંધાયેલી હાલતમાં કપડાં પણ મળી આવ્યા હતા.
પોલીસને મળ્યાં આરોપી વિરુદ્ધ પુરાવા
પોલીસ દ્વારા સઘન શોધખોળ કરાયા બાદ મૃતકના ઘરની નજીકના કૂવામાંથી હત્યા કરવામાં ઉપયોગમાં લેવાયેલી કુહાડી મળી આવતા વધુ તપાસ હાથ ધરી હતી. બીજા દિવસે કૂવાનું પાણી ખાલી કરીને વધુ તપાસ હાથ ધરાતાં પથ્થરમાં લપેટાયેલાં શર્ટ અને પેન્ટ મળી આવ્યાં હતાં. હાલ તો પોલીસને કુહાડી અને મૃતકનાં કપડા મળી આવ્યાં છે. જોકે હત્યાના 13 દિવસ વિતી જવા છતાં આ હત્યા કરવા પાછળનું કારણ શું છે અને હત્યા કોની મદદથી કરવામાં આવી હતી તેની તપાસ કરાઈ રહી છે.