દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં રાત્રી દરમિયાન તસ્કરો રણછોડરાયના મંદિરે ત્રાટક્યા હતા. મંદિરમાં ભગવાનના આભૂષણો જેવા કે મુગટ, પારણું, ચાંદીની વાંસળી ,ચાંદીના કડા, સોનાની ચેન, સોનાના કુંડળ, સોનાની વિટી સહિત વિવિધ દાગીનાની ચોરી કરીને તસ્કરો ફરાર થયા હતા. જ્યારે ઝાલોદ રોડ પર આવેલ હિંગળાજ ટાયર સ્ટોરમાંથી રાત્રી દરમિયાન અંદાજે બે લાખ રૂપિયાનો મુદ્દામાલની ચોરી થઈ છે. અન્ય બે સ્થળોએ પણ રાત્રે તસ્કરો ચોરી કરી છે.
ઝાલોદ તાલુકામાં તસ્કરોનો આતંક, 4 સ્થળ પર લાખોની ચોરી કરી ફરાર - gujaratinews
દાહોદ : જિલ્લાના લીમડી નગરમાં વરસાદી માહોલ વચ્ચે તસ્કરોએ મંદિર સહિત ચાર સ્થળ પર ચોરી કરી હતી. ચાર સ્થળોએ અંદાજે લાખો રૂપિયાની ચોરી થઈ છે. તસ્કરોના સફળ હાથ ફેરાના પગલે પેટ્રોલિંગ કરતી પોલીસ સામે પ્રજાજનોમાં ભારે રોષ ભભૂકી રહ્યો છે.
ઝાલોદ તાલુકામાં તસ્કરોનો આતંક
ચાર સ્થળ પર ચોરીની ઘટના સામે આવી છે. ત્યારે રાત્રી પેટ્રોલીંગ કરી રહેલી પોલીસના ધજાગરા તસ્કરોએ ઉડાવ્યા છે. જ્યારે પેટ્રોલિંગની બણગા ફૂંકતી પોલીસ સામે નગરજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે. ઘટના ને લઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.