ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદમાં રાજ્ય પ્રધાન બચુભાઈ ખાબડના હસ્તે કરવામાં આવ્યું ધ્વજવંદન

દાહોદ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 74મા આઝાદી પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે રાજ્ય પ્રધાન બચુભાઈ ખાબડના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

Dahod
Dahod

By

Published : Aug 15, 2020, 6:57 PM IST

દાહોદઃ દાહોદ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 74મા આઝાદી પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે રાજ્ય પ્રધાન બચુભાઈ ખાબડના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ સાથે જ રાજ્ય પ્રધાન બચુભાઈ ખાબડે આઝાદી પર્વની જનતાને શુભેચ્છા પાઠવી હતી. તેમજ સરકારના વિકાસલક્ષી કામના ગુણગાન લોકો સમક્ષ રજૂ કર્યા હતા. જિલ્લામાં ઉત્તમ કામગીરી કરનારા કોરોના વોરિયર્સ અને પ્રશંસનીય કામગીરી કરનારા કર્મચારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

દાહોદમાં રાજ્ય પ્રધાન બચુભાઈ ખાબડના હસ્તે કરવામાં આવ્યું ધ્વજવંદન
રાજ્ય પ્રધાન બચુભાઈ ખાબડે વધુમાં જણાવ્યું હતું કે, કોવિડ હોસ્પિટલો પણ તૈયાર છે. આજે કોરોના સંક્રમિત દર્દીઓને તાત્કાલિક ચકાસણી થાય અને રેપિડ ટેસ્ટથી તપાસ કરીને ટૂંકાગાળામાં આ દર્દીઓ સારા થાય એ દિશામાં ગુજરાત કામ કરી રહ્યું છે. દાહોદ જિલ્લાની જનતાને શુભેચ્છા પાઠવીને જણાવ્યું કે, કોરોના મહામારીમાં જિલ્લા વહીવટી તંત્રના તમામ વિભાગે ખૂબ સારી કામગીરી કરી છે. આ તકે કોરોના વોરિયર્સનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ખેડૂતો, યુવાનો સહિત તમામ લોકોને સહાય મળે તે દિશામાં મુખ્યપ્રધાને કામ કર્યુ છે તેમ પ્રધાન બચુભઆઈ ખાબડે જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લાના સાંસદ જશવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ યોગેશ પારગી, કલેકટર વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજ સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ તથા જનતા ઉપસ્થિત રહી હતી.

ABOUT THE AUTHOR

...view details