ગુજરાત રાજ્ય એસ.ટી. નિગમના નિવૃત કર્મચારીઓએ ગુજરાત મજુર યુનિયન ઝાલોદના હોદ્દેદારોની આગેવાનીમાં તેઓને મળતા પેન્શનની રકમમાં વધારો કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર આપ્યું હતું, એસ.ટી. નિગમના નિવૃત કર્મચારીઓએ સરકાર પાસે રાજય સરકારના કર્મચારીઓને જે પ્રમાણે પેન્શન આપવામાં આવે છે તે મુજબ એસ.ટી. નિગમના કર્મચારીઓને પણ તેનો લાભ આપવો જોઈએ.
ઝાલોદમાં STના કર્મચારીઓએ પેન્શન વધારાની માંગ સાથે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર - ST Employees Gives application
દાહોદ: ગુજરાત મજુર યુનિયન ઝાલોદ દ્વારા એસ.ટી. નિગમના નિવૃત કર્મચારીઓના પેન્શનમાં વધારો કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.
ST Employees gives application to collector in dahod
હાલમાં નિવૃત કર્મચારીઓને નજીવું પેન્શન એસ.ટી. નિગમ દ્વારા ચુકવવામાં આવે છે, જેના કારણે નિવૃત કર્મચારીઓને જીવન નિર્વાહ કરવામાં ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, એસ.ટી. નિગમના નિવૃત કર્મચારીઓને રાજય સરકાર ઓરમાયું વર્તન કરીને નિગમના કર્મચારીઓને તેઓના હક્ક મુજબ પેન્શન આપતી નથી, જેથી નિગમ અને રાજય સરકારની બેધારી નીતિઓનો વિરોધ કરી તેઓની માંગણીઓને લઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.