ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોલમાં ક્લેકટરની અધ્યક્ષામાં SPC અને કરૂણા અભિયાનની બેઠક યોજાઇ - dahod samachar

દાહોદ: જિલ્લા સેવા સદન મુકામે કલેક્ટર વિજય ખરાડીની અધ્યક્ષતામાં પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં દાહોદ જિલ્લા 10 થી 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન ચલાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે.

etv  bharat
SPC અને કરૂણા અભિયાનની બેઠક યોજાઇ

By

Published : Jan 8, 2020, 12:24 PM IST

કલેકટર વિજય ખરાડી જણાવ્યું હતું કે, લોકોમાં ઉતરાયણ દરમિયાન પક્ષીઓ અને થતી ઇજા બાબતે જાગૃતિ માટે ઝુંબેશ ચલાવવી જોઈએ. આ માટે બેનરો પોસ્ટરો પેમ્પલેટ વેચવામાં આવે માટે સમશેર સંસ્થાઓને પણ મદદ લેવાની છે. બેઠકમાં ચાઇનીઝ દોરી જે અસલમાં નાયલોનની દોરી છે. માનવ મૃત્યુના કિસ્સામાં મોટેભાગે આ નાયલોન દોરી જ જવાબદાર હોય છે. તેના ઉપયોગ બાબતે લોકોમાં જાગૃતિ લાવવા અને જિલ્લામાં તેનું વેચાણ ન થાય તે માટે સખત પૂર્વક પગલા લેવામાં આવે તે અંગેની ચર્ચા કરવામાં આવી હતી. પક્ષીઓની સારવાર માટે અદ્યતન સાધનો વસાવવા માટે પણ બેઠકમાં ચર્ચા થઈ હતી.

SPC અને કરૂણા અભિયાનની બેઠક યોજાઇ

કરુણા અભિયાન અંતર્ગત સવારના 8 કલાકથી રાત્રિના 8 કલાક સુધી ઘાયલ પક્ષીઓને નિશુલ્ક સારવાર માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે ઇમરજન્સી સારવાર માટે કુલ 25 મોબાઈલમાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત વનવિભાગને 10 જેટલી ટીમ ખડેપગે રહેશે. આ ટીમ દ્વારા વૃક્ષો પર ફસાયેલા પક્ષીને કાઢવાની કામગીરી પણ કરવામાં આવશે.

કરુણા અભિયાનની એમ્બ્યુલન્સનો 1962 નંબર પણ સતત કાર્યરત રહે છે, ઉપરાંત પશુ દવાખાના માટે દાહોદ મુકામે જિલ્લાકક્ષાનો કંટ્રોલરુમ ઉભો કરવામાં આવ્યો છે.કરુણા અભિયાનની આ બેઠકમાં જિલ્લાવિકાસ અધિકારી રજીતરાજ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details