દાહોદઃ જિલ્લામાં કોરોના વાઇરસના કેસ ગંભીર થઇ રહ્યા છે. જેમાં 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા દર્દીઓની સંખ્યાનું પ્રમાણ વધારે છે. આવા દર્દીઓની જ સમયસર સારવાર મળે તો તેમેને કોરોના વાઇરસની ગંભીર સ્થિતિમાંથી બચાવી શકાય છે.
દાહોદમાં કોરોનાના કેસની બાબતમાં વિશ્લેષણ બાબતે કલેક્ટર ખરાડીએ જણાવ્યું કે, જે વ્યક્તિઓની ઉંમર 60 વર્ષ કરતા વધુ છે અને સાથે શ્વાસ કે અન્ય રોગ હોય તેવા કિસ્સામાં વડીલોએ પોતે તથા તેમના પરિલારજનોએ પણ સતર્ક રહેવું જોઇએ. તેમનામાં શ્વાસ લેવામાં કોઇ તકલીફ થતી હોય કે, કોરોના વાઇરસના અન્ય કોઇ લક્ષય જણાય તો તુરંત તબીબો પાસે આરોગ્યની તપાસ કરાવવી જોઇએ. અન્ય લક્ષણોમાં સ્વાદ કે સુંગધની ખબર ના પડે, તાવ, શરદી કે ખાંસી થઇ હોય તો તુરંત જ કોરોનાનો ટેસ્ટ કરાવવો જોઇએ.
ઘરમાં રહેલા વડીલોને રિવર્સ ક્વોરેન્ટાઇન કરવાની સહાય વારંવાર આપવામાં આવે છે. કારણ કે, કોરોના વાઇરસ 60 વર્ષથી ઉંમરના દર્દીઓને વધુ ગંભીર અસર પહોંચાડી શકે છે. ઘરમાં પણ તેમની સાથે સામાજિક અંતરનું પાલન કરવામાં આવે, તેમનું જમવાનું અલગથી આપવામાં આવે, તેમની સાથે કોઇ પણ પ્રકારનો સીધો સંપર્ક ટાળવામાં આવે તે ઇચ્છનીય છે.
જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય કે, નહીવત્ત હોય તેવા વડીલોનું સતત નિરીક્ષણ કરતા રહેવું જોઇએ. તેમાંય ખાસ કરીને અનિયંત્રિત ડાયબિટીસ, હાયપર ટેન્શન ધરાવતા હોય તેવા દર્દીઓની વિશેષ તકેદારી રાખવી જોઇએ.