દાહોદઃ રાજ્ય સહિત દેશમાં કોરોના વાઇરસનો પ્રતિ-દિન વ્યાપ વધતો જઈ રહ્યો છે. આ કોરોના વાઇરસના વધતા વ્યાપને રોકવા માટે સરકાર દ્વારા વિવિધ પગલાઓ ભરવામાં આવી રહ્યા છે. જેથી શ્રીરામ યાત્રા આયોજન સમિતિ અને સંસ્કાર સોશિયલ ગૃપ દ્વારા રાજસ્થાન પંચાયત ભવન મુકામે શ્રીરામ યાત્રાના આયોજનને લઇને ફરીવાર બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં શહેરમાં નિકળનારી શ્રીરામ યાત્રા આયોજનની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં સદસ્યોએ વિચાર ગોષ્ટીમાં સર્વ સંમતિ સાધીને બીજી એપ્રિલના રોજ નીકળનાર શ્રીરામ યાત્રા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
શ્રીરામ યાત્રાને લાગ્યું કોરોના વાઇસરનું ગ્રહણ, શ્રીરામ યાત્રા મોકુફ રાખવાનો નિર્ણય
કોરોના વાઇરસની મહામારીને રોકવા સરકાર તથા દાહોદ જિલ્લા વહીવટી તંત્ર અથાક મહેનત કરી રહ્યું છે. આ જનહિતમાં સંસ્કાર સોશિયલ ગૃપ અને શ્રીરામ યાત્રા સમિતિના સદસ્યો દ્વારા બેઠક યોજીને વિચાર ગોષ્ઠિ દ્વારા સર્વ સંમતિથી 2 એપ્રિલના રોજ રાજસ્થાન પંચાયત ભવન મુકામેથી નીકળનારી શ્રીરામયાત્રા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
શ્રીરામ યાત્રાને લાગ્યું કોરોના વાઈસરનું ગ્રહણ, યાત્રા મોકુફ રાખવાનો નિર્ણય
છેલ્લા ત્રણ વર્ષથી શ્રીરામ યાત્રામાં તન, મન અને ધનથી સાથ સહકાર આપનાર ધાર્મિક અને સામાજિક સંગઠનો, વેપારી મિત્ર મંડળો, પત્રકાર, સ્વૈચ્છિક સંસ્થાઓ, શહેરીજનો, વહીવટી તંત્ર, નગરપાલિકા,પોલીસ તંત્ર તેમજ દાતાઓનો આભાર સમિતિ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.