ગુજરાત

gujarat

ETV Bharat / state

પીએમ મોદી વર્ષ 1970માં સ્ટાઇલિશ કપડા અહીં સિવડાવતા હતા, જુઓ મોદી સાહેબનો દાહોદ સાથેનો સંબંધ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંઘ પ્રચારક તરીકે દાહોદ જિલ્લામાં ફરતા હતા ત્યારથી દાહોદ જિલ્લા સાથે તેમનો અનોખો નાતો જોડાયેલો છે. દેશમાં દાહોદને સ્માર્ટ સિટીની ઓળખ આપનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટાઇલિશ કપડાં પહેરવા બાબતે હંમેશા ચર્ચામાં રહે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1970માં પ્રથમવાર અડધી બાંયના કુર્તા અને પાયઝામા દાહોદના સંગમ ટેલર્સમાં સિવડાવવાની શરૂઆત કરી કરી હતી.

narendra modi latest news
વડાપ્રધાન વર્ષ 1970માં સ્ટાઇલિસ્ટ કપડા દાહોદમાં સીવડાવતા હતા

By

Published : Sep 17, 2020, 6:24 PM IST

દાહોદઃ આજે સમગ્ર દેશ વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે તેમના જન્મદિવસ નિમિતે અમે તમને એક ખાસ વાત જણાવીશું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંઘ પ્રચારક તરીકે દાહોદ જિલ્લામાં ફરતા હતા ત્યારથી તેઓને દાહોદ જિલ્લા સાથે અનોખો નાતો જોડાયેલો છે. એવું તે શું ખાસ ખાસ છે..? જોઇએ આ વિશેષ અહેવાલમાં...

દેશમાં દાહોદને સ્માર્ટ સિટીની ઓળખ આપનાર વડાપ્રધાન મોદી સ્ટાઇલિસ કપડા પહેરવા બાબતે હંમેશા ચર્ચામાં રહે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 1970માં પ્રથમવાર અડધી બાંયના કુર્તા અને પાયઝામા દાહોદના સંગમ ટેલર્સમાં સીવડાવવાની શરૂઆત કરી કરી હતી.

સંગમ ટેલર્સ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આશરે 30 વર્ષની ઉંમરે સંઘ કાર્યકર તરીકે દાહોદ જિલ્લાના ગામડાઓનો પ્રવાસ કર્યો હતો. જિલ્લામાં અનેક પરિવારના લોકો સાથે તેમનો ઘનેરો સંબંધ છે. ઝભ્ભો-કુર્તો પહેરી ખંભે થેલો લટકાવી સંઘ કાર્યકરો સાથે પ્રચારક તરીકે જિલ્લાના ગામડા ખુંદ્યા છે. નરેન્દ્ર મોદી અને દાહોદ શહેરના નગરપાલિકા ચોક પાસે સંગમ ટેલર્સ નામની દુકાન ચલાવનાર સંઘ કાર્યકર અમૃતલાલ ચૌહાણ સારા મિત્રો હતા. આ સંગમ ટેલર્સ નામની દુકાન પર તેઓ અવાર-નવાર આવતા હતા.

વડાપ્રધાન મોદીનો સંગમ ટેલર્સ સાથનો અનેરો નાતો

સંગમ ટેલર્સ નામની દુકાન ચલાવનારા સંઘ કાર્યકર અમૃતલાલ ચૌહાણ અને કનૈયાલાલ ચૌહાણની દુકાનમાં 1970માં પ્રથમવાર નરેન્દ્રભાઈ મોદીએ અડધી બાંયનો ઝભ્ભો-કુર્તો સીવડાવ્યો હતો. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદમાં આવતા ત્યારે સંગમ ટેલર્સમાં તેમની વાતોને વાગોળતા હતા. આ દુકાનમાં આજે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તાક્ષર સાથેનો ફોટો હયાત છે. ઉપરાંત તેમની યાદગીરીના ફોટાઓ પણ છે.

વડાપ્રધાન વર્ષ 1970માં સ્ટાઇલિસ્ટ કપડા દાહોદમાં સીવડાવતા હતા

નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રથમ વાર મુખ્યપ્રધાન બન્યા બાદ વર્ષ 2012માં દાહોદ આવ્યા હતા. ત્યારે પણ તેમણે ઝભ્ભો સીવડાવ્યો હતો. સંગમ ટેલર્સની દુકાન ચલાવનારા અમૃતલાલ ચૌહાણ અને કનૈયાલાલ ચૌહાણ બન્ને ભાઈઓ આજે હયાત નથી. પરંતુ તેમના પુત્રો આજે પણ આ દુકાનમાં વડાપ્રધાન મોદી અને તેમના પિતા તેમજ કાકા સાથેની યાદગીરી સ્વરૂપે હસ્તાક્ષર કરેલી નોટ, સાહિત્ય જેવી દુર્લભ વસ્તુઓ યાદગીરી સ્વરૂપે ગેલેરીમાં રાખેલી છે.

વડાપ્રધાન મોદી જ્યારેે પણ દાહોદ જિલ્લામાં આવ્યા છે ત્યારે પોતાના સ્ટાઇલિશ ઝભ્ભા માટે સંગમ ટેલર્સને અવશ્ય યાદ કરતા હોય છે. મોદી ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન બન્યા બાદ દાહોદમાં આવીને મંચ પરથી અડધી બાંયના ઝભ્ભાની જાહેરાત કર્યા બાદ તેમના શુભચિંતકોએ ફેશન બનાવી દીધી હતી. આ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો દાહોદના સંગમ ટેલર સાથે ઘરેલો નાતો છે.

ABOUT THE AUTHOR

...view details