ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદના બોરખેડા ગામના સરપંચનો પુત્ર 15 હજારની લાંચ લેતાં ઝડપાયો - બોરખેડા ગામ

દાહોદ જિલ્લાના બોરખેડા ગામમાં સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત બનાવેલા શૌચાલય માટે વર્ક ઓર્ડરનો ચેક 1.20 લાખ મળ્યો હતો. જેના માટે બોરખેડાના સરપંચે 15 હજારની લાંચ માગી હતી. સરપંચનો પુત્ર આ લાંચની રકમ લેતા રંગે હાથે ઝડપાઈ ગયો હતો.

a
દાહોદના બોરખેડા ગામના સરપંચનો પુત્ર 15 હજારની લાંચ લેતાં ઝડપાયો

By

Published : Jan 29, 2020, 2:40 AM IST

દાહોદઃ બોરખેડા ગામમાં સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ) યોજના અંતર્ગત કુલ 100 શૌચાલયનું બાંધકામ શિવાની સખી મંડળ,બોરખેડાને કરવાનું હતુ. આ મંડળના વર્ક ઓર્ડરનો ચેક રૂ.1,20,000 મંડળને મળી ગયો હતો. આ કામ પેટે બોરખેડાના સરપંચે રૂ.૧૫ હજારની લાંચની માંગણી કરતાં સરપંચનો પુત્ર મંગળવારે દાહોદ શહેરના હનુમાન બજાર ખાતે રૂ.15 હજારની લાંચ લેતા રંગે હાથે દાહોદ એસીબી પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. પોલીસે સરપંચ તથા તેના પુત્ર વિરૂધ્ધ ગુનો નોંધી સરપંચની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.

બોરખેડા ગામમાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગત લેફ્ટ આઉટ બેનીફીશરીઝ કુટુંબ માટે વ્યક્તિગત શૌચાલયનું બાંધકામ શિવાની સખી મંડળ,બોરખેડાએ કરવાનું હતુ. આ મંડળે તા. પંચાયત કચેરી, દાહોદ તરફથી મળેલ વર્ક ઓર્ડર મુજબ પ્રથમ 10 શૌચાલયો તૈયાર કર્યા હતા જે કામ પેટે બોરખેડા ગામના સરપંચ શંકરભાઈ વિરસીંગભાઈ માવીએ મંડળના પ્રમુખ પાસેથી રૂ.15 હજારની લાંચની માંગણી કરી હતી.

મંડળના પ્રમુખ આ લાંચની રકમ આપવા ઈચ્છતા ન હોઈ આ બાબતે દાહોદ એસીબી પોલીસનો સંપર્ક કર્યા હતો. આ બાદ સરપંચને આ લાંચના નાણાં આપવા માટે પ્રમુખે સરપંચનો સંપર્ક સાંધતા સરપંચ શંકરભાઈ વિરસીંગભાઈ માવીએ તેના પુત્ર મનોજભાઈ શંકરભાઈ માવીને આ લાંચની રકમ લેવા મોકલ્યો હતો. આ દરમિયાન દાહોદ હનુમાન હજારમાં દાહોદ એસીબી પોલીસ વોચ ગોઠવી ઉભી હતી. સરપંચના પુત્રે રૂ.15 હજારની પ્રમુખ પાસેથી લાંચની રકમ સ્વીકારતા એસીબી પોલીસે તેને રંગે હાથે ઝડપી પાડી જેલ ભેગો કર્યા હતો. આ સમગ્ર મામલે દાહોદ એસીબી પોલીસે સરપંચ અને તેના પુત્ર વિરૂધ્ધ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી સરપંચની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details