દાહોદ: જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. આ સંક્રમણમાંથી શહેર મુક્ત થાય તે માટે નગરપાલિકા દ્વારા દૈનિક ધોરણે સેનેટાઇઝેશનની કામગીરી કરવામાં આવી રહી છે અને અસરગ્રસ્ત વિસ્તારો સહિત સમગ્ર નગરમાં આ કામગીરી કરવામાં આવી રહી છે.
આ કામગીરી સાંજના 6 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી નિયમિત રીતે ચલાવવામાં આવી રહી છે.
દાહોદ નગરપાલિકા વિસ્તારના સૌથી વધુ સંક્રમિત વિસ્તારો જેમને કન્ટેન્ટમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે અને જયાં સંક્રમણના કેસો વધુ પ્રમાણમાં બની રહ્યા છે. તે વિસ્તારમાં રોજિંદા ફાયર બ્રિગેડ દ્વારા દવાનો છંટકાવ કરીને સેનેટાઇઝેશન કરવામાં આવી રહ્યું છે.
નગરપાલિકા દ્વારા ગોધરા રોડથી ભગીની સમાજ સર્કલ સુધી, ગોદી રોડ, અરૂણોદય સોસાયટી, જયોતિ સોસાયટી, દેસાઇવાડ, હુસેની મસ્જિદ વિસ્તાર, ટીર્ચસ સોસાયટી, મહાવીર નગર વગેરે વિસ્તારોના ખાસ કરીને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સેનેટાઇઝેશનની કામગીરી સઘન રીતે કરવામાં આવી હતી.
દાહોદ નગરપાલિકા દ્વારા આ કામગીરી સાંજના 6 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી નિયમિત રીતે ચલાવવામાં આવી રહી છે.