ગુજરાત

gujarat

ETV Bharat / state

ઝાયડસ હૉસ્પિટલમાં ઓક્સિજનનો બાટલો ફાટ્યો હોવાની અફવાનથી અફરાતફરીનો માહોલ

દાહોદ: જિલ્લામાં આવોલા ઝાયડસ હોસ્પિટલમાં ગુરૂવારે સાંજના સમયે ઓક્સિજન બાટલો ફાટ્યો હોવાની અફવાના કારણે હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ હોસ્પિટલમાં દાખલ દર્દીઓએ દોડાદોડ મચાવી દીધી હતી.

ઝાયડ્સ હોસ્પિટલમાં ઓક્સિજન બાટલો ફાટ્યો હોવાની અફવા

By

Published : Jun 21, 2019, 10:16 AM IST

દાહોદ શહેરના મધ્યમાં આવેલા ઝાયડસ હોસ્પિટલમાં ઓક્સિજન બાટલો લીકેજ તેમજ ફાટ્યો હોવાને અફવાના કારણે દર્દીઓ અને તેના સગા સંબંધીઓમાં અફરાતફરી મચી જવા પામી હતી. દર્દીઓ ઓક્સિજનનો બાટલો ફાટ્યો છેની બૂમાબૂમ કરતાં હોસ્પિટલમાં ભાગમભાગ શરૂ કરી હતી.

ઝાયડસ હોસ્પિટલમાં ઓક્સિજન બાટલો ફાટ્યો હોવાની અફવા

આ દર્દીઓની ભાગમભાગના પગલે ફરજ પરનો સ્ટાફ પણ આ સમયે મૂંઝવણમાં મુકાયો હતો. ફરજ પરના સિક્યુરિટી તેમજ નર્સિંગ સ્ટાફ દ્વારા દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓને આ ઘટના માત્ર અફવા છે તેમ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. લાંબા પ્રયાસ બાદ દર્દીઓને વાસ્તવિકતાનો ખ્યાલ આવતા તેઓ સગા-સંબંધીઓ સાથે હોસ્પિટલમાં પરત ફર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details