દાહોદઃ જિલ્લામાં લોકડાઉનના પગલે તેવી સરકાર દ્વારા સામાન્ય નાગરિકોના બેન્ક ખાતામાં રોકડ સહાય જમા કરવામાં આવી છે. આવી અફવાના પગલે જિલ્લાની બેન્કોમાં નાગરિકોની ભીડ જામી છે. જેથી જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ આ બાબતે સપષ્ટતા કરતા જણાવ્યું કે, હાલમાં સરકાર દ્વારા કોઇ પણ પ્રકારની નાણાંકીય સહાય નાગરિકોના બેન્ક એકાઉન્ટમાં જમા કરવામાં આવી નથી.
કોરોના વાઈરસના સંક્રમણને વધતો અટકાવવા માટે સરકાર દ્વારા લોક ડાઉન જાહેર કર્યાના 5માં દિવસે બેંકોમાં નાણાં જમા થયા હોવાની અફવાને આધારે લોકોનો બેંકોમાં ધસારો વધવા જોવા મળ્યો હતો.
સરકારે બેંકમાં પૈસા જમા કર્યાની અફવા, કલેક્ટર વિજય ખરાડી દ્વારા સ્પષ્ટતા - Collector's Conquest
દાહોદઃ દાહોદ જિલ્લામાં લોકડાઉનનું ચુસ્ત અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે જિલ્લામાં સરકાર દ્વારા સામાન્ય નાગરિકોના બેન્ક ખાતામાં રોકડ સહાય જમા કરવામાં આવી છે. તેવી અફવાના પગલે જિલ્લાની બેન્કોમાં નાગરિકો તપાસ માટે ભીડ કરતા હોવાનું જણાયું છે.

સરકારે બેંકમાં પૈસા જમા કર્યાની અફવા, કલેક્ટર વિજય ખરાડી દ્વારા સ્પષ્ટતા
સરકારે બેંકમાં પૈસા જમા કર્યાની અફવા, કલેક્ટર વિજય ખરાડી દ્વારા સ્પષ્ટતા
આ આફવાનો ખૂલ્લાસો કરતા કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું કે, લોકડાઉનના અમલીકરણમાં કોરોના સંક્રમણથી સલામત રહેવા નાગરિકોએ ઘરે જ રહેવું, ખોટી અફવાઓથી દોરાઇને બેન્કોમાં ભીડ કરવી નહી.
રાજય કે કેન્દ્ર સરકાર દ્વારા કોઇ પણ પ્રકારની રોકડ સહાય બેન્ક અકાઉન્ટમાં જમા કરવામાં આવશે તો વહિવટી તંત્ર દ્વારા નાગરિકોને જાણ કરવામાં આવશે. અફવાઓથી દોરવાઇને બેન્કમાં ભીડ કરવીએ કોરોના સંક્રમણને વધારી શકે છે માટે અફવાઓને ધ્યાનમાં ન લેવી.