ભારત સરકાર તરફથી 11/01 થી 17/01 દરમિયાન ગુજરાત રાજ્ય સેફ્ટી વીક-2020નો માર્ગ સલામતી સપ્તાહ તરીકે ઉજવવામાં આવશે છે. આ સંદર્ભે દાહોદ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, દાહોદ દ્વારા શહેરની RTO કચેરી ખાતે શનિવાર સવારે ટ્રાફિક પોલીસ અને RTO કચેરીના કર્મચારીઓ માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો .
દાહોદ RTO અને ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનો શુભારંભ - ગુજરાત
દાહોદ : સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી દ્વારા 31મા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે શહેરની RTO કચેરી ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ બાદ ટ્રાફિક પોલીસ સહિત RTO કચેરીના કર્મચારીઓ બાઇક રેલી કાઢી બેનરો સાથે જાગૃતતાનો સંદેશો લોકો સુધી પહોં હતો.
RTO અને ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનો શુભારંભ
આ યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા ટ્રાફિક PSI, વાહન નિરીક્ષક સર્વે, RTO કચેરીના અધિકારી, કર્મચારીઓ, વાહનચાલકો, નાગરિકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ટ્રાફિક પોલીસ અને RTO કચેરીના સંયુક્ત ઉપક્રમે બેનરો સાથે બાઇક રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં દાહોદની જાહેર જનતાને સાવચેતીના પગલા રૂપે વાહન ચલાવતી વેળાએ સેફ્ટીનું ધ્યાન રાખવા અપીલ કરવામાં આવી હતી.