લીમખેડા: શહેરમાંથી પસાર થતા નેશનલ હાઈવે પર આવેલા ક્રોસિંગ પર ક્રુઝર ગાડી અને કાર અથડાતા ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં બંને ગાડીઓનો કચ્ચરઘાણ નિકળી ગયો હતો. બંને ગાડીમાં સવાર 4 પેસેન્જરો ઘાયલ થતા હોસ્પિટલાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
લીમખેડા નેશનલ હાઈવે પર ક્રુઝર અને કાર વચ્ચે અકસ્માત - અકસ્માત ન્યુઝ
દાહોદના લીમખેડા નેશનલ હાઈવે પર ક્રુઝર અને કાર વચ્ચે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 4 પેસેન્જરોને ગંભીર ઈજા થતાં તમામને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
accident
ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસ પણ સ્થળ પર દોડી જઈ જરૂરી તપાસ હાથ ધરી હતી. માર્ગ અકસ્મતાને પગલે થોડીવાર હાઈવે બંધ કરી અવર જવર પર રોક પણ લગાવવામાં આવી હતી, પરંતુ બાદમાં રાબેતા મુજબ હાઈવે શરૂ કરી દેવામાં આવ્યો હતો.