દાહોદઃગરબાડા નગરમાં તળાવ ફળિયામાં રહેતા દંપતીને સંતાનમાં ત્રણ બાળકો છે. આ દંપતી દિવાળી વખતે સુરેન્દ્ર નગર ખાતે મજુરી કામ અર્થે ગયા હતાં. તેઓ પોતાની 4 વર્ષીય પુત્રીને સાથે લઈ ગયા હતા જ્યારે આ સંતાનો પૈકી 8 વર્ષીય બાળક અને 6 વર્ષીય બાળાને દંપતીએ ગરબાડા નગરમાં તળાવ ફળિયામાં રહેતા પોતાના સાસુના ઘરે મુકી ગયા હતા ત્યારથી જ બંન્ને સંતાનો પોતાની નાનીને ત્યા રહી ગામની જ શાળામાં અભ્યાસ કરતા હતાં.
જેમાં 6 વર્ષીય બાળા ધોરણ 1માં અભ્યાસ કરતી હતી. તા.31મી ના રોજ સાંજના સાડા પાંચેક વાગ્યાના સમયગાળા દરમિયાન 6 વર્ષીય બાળાની માતાનો કૌટુબ્મીક ભાઈ અને જે વર્ષીય બાળાનો કૌટુબિંક મામો શૈલેષભાઈ નરસીંગભાઈ માવી જે ગરબાડામાં રહેતો હતો. તેણે બાળા શાળાએથી ઘરે આવતાં આ સમયે બાળાને મોટરસાઈકલ પર બેસાડી લઈ જતો હતો. તે સમયે બાળકીની નાનીએ લેષને પુછ્યુ કે, તેને ક્યાં લઈ જાય છે, તેમ કહેતા શૈલેષે જણાવ્યુ હતુ કે, ખેતરમાંથી ચણાનો ઓળો લઈ પાછા આવીયે છીએ, તેમ કહી શૈલેષ પોતાની મોટરસાઈકલ પર બાળકીને બેસાડી લઈ ગયો હતો.
બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારી મોતને ઘાટ ઉતારનાર નરાધમની ધરપકડ મોડી સાંજ અને મોડી રાત્રી સુધી બાળકીને લઈ શૈલેષ ન આવતાં નાની અદુબેન અને પરિવારજનો ચિંતીત બન્યા હતા જેથી ગરબાડા નગરમાં બંન્નેની શોધખોળ હાથ ધરી હતી પરંતુ બંન્ને ક્યાંય પણ મળી આવ્યા ન હતા જેથી આ સંબંધે તેજ દિવસે રાત્રીના સમયે અદુબેને ગરબાડા પોલીસ મથકે પહોંચી પોલીસને ઉપરોક્ત સમગ્ર બાબતની જાણ કરતાં અદુબેને આ સંબંધે શૈલેષ વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને ત્યાર બાદ એક્શનમાં આવેલ પોલીસે તાત્કાલિક રાત્રીના સમયે જ શૈલેષની ધરપકડ કરી લીધી હતી.
અને તેની ધનિષ્ઠ પુછપરછ કરતાં અને શૈલેષે કબુલાત કરતા સમગ્ર હકીકત બહાર આવતાં પોલીસ ચોંકી ઉઠી હતી. ગરબાડાના નળવાઈ ગામના તળાવના બાજુમાં આવેલ જંગલ જેવા વિસ્તારમાં ઝાંડી ઝાંખરામાંથી આ બાળાનો મૃતદેહ મળી આવતાં પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. બાળા લોહીલુહાણ હાલતમાં સ્થળ પર પડી હતી. સવાર પડતાં ઉચ્ચ અધિકારી સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઘટના સ્થળે ગ્રામજનોનો લોકટોળા પણ ઉમટી પડ્યા હતા. આ બાળાને મોટરસાઈકલ પર બેસાડી તેણીનું અપહરણ કરી ખેતરમાં તેણી ઉપર પાશવી બળાત્કાર ગુજાર્યાે બાદમાં બાળા કોઈને કહી દેશે કે પુરાવાના નાશ કરવાના ઈરાદે આ નરાધમ શૈલેષ બાળાનું ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી તેણીની લાશને નજીકના ઝાંડી ઝાંખરામાં ફેંકી દીધાની કબુલાત કરતાં પોલીસે આરોપીને જેલ ભેગો કર્યો છે