ઝાલોદ તાલુકાના સુથારવાસા ગામના રહીશ મેહુલ પસાયા તેની માતા સાથે બાઇક પર જઇ રહ્યો હતો. ત્યારે આ બન્ને નેશનલ હાઇવે પર આવેલા નાનસલાઇ ગામેથી પસાર થઇ રહ્યા હતા, તે સમયે પુરપાટ ઝડપે સામેથી આવી રહેલી એસયુવી કારે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.બાઇક સવાર ઉછળીને નીચે પટકાતા યુવક અને મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત કાર ચાલકને તાત્કાલિક સારવાર માટે ઝાલોદ દવાખાને દાખલ કરવામાં આવ્યો હતો.
ઝાલોદ પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માત, ઘટનાસ્થળે 2ના મોત - Jhalod
દાહોદ: જિલ્લાના નાનસલાઇ ગામ નજીક મોટરસાયકલ અને એસયુવી કાર વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકોના ઘટના સ્થળે મોત નિપજયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે આ બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઝાલોદ પાસે બાઇક અને કાર વચ્ચે અકસ્માત
ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી હતી અને સમગ્ર ઘટનાની વિગતો મેળવી આગળની તપાસ શરૂ કરી હતી. પોલીસે બન્નેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા.