દાહોદ જિલ્લામાં મેઘ મહેરબાન થતાં ધરતીપુત્રોએ કીમતી બિયારણનું વાવેતર કરી સારા પાક થવાની આશા સેવી છે. જિલ્લામાં છૂટાછવાયા વરસાદી ઝાપટાના કારણે કેટલાક વિસ્તારોમાં ખુશી તો કેટલાક વિસ્તારોમાં હજુ પણ ધરતીપુત્રોમાં ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
દાહોદ જિલ્લામાં વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક - દાહોદ જિલ્લામાં વરસાદી ઝાપટા
દાહોદ: જિલ્લામાં લાંબા વિરામ બાદ એકાએક વાતાવરણમાં વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદી ઝાપટાના કારણે અમુક વિસ્તારોમાં ખરીફ પાકને જીવનદાન મળવાની શક્યતા ધરતીપુત્રોને જોવા મળી છે, જ્યારે શહેરીજનોએ ઠંડકનો હાશકારો અનુભવ્યો છે.
Farmers are happy
જિલ્લાના જે ગામોમાં વરસાદી ઝાપટાએ મહેર કરી છે, ત્યાં ખરીફ પાકોને જીવનદાનની આશા ખેડૂતો રાખી રહ્યા છે. જ્યારે હજી પણ કોરાધાકોર વિસ્તારોમાં પાક નિષ્ફળ જવાની નીતિના કારણે ધરતીપુત્રો ચિંતિત જોવા મળી રહ્યા છે. જો કે વસરાદને કારણે શહેરી વિસ્તારોમાં ઠંડક પ્રસરવાથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી હતી.