દાહોદ લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કરે ચૂંટણીનો નિર્ણાયક જંગ જામ્યો છે ત્યારે મતદાતાઓમાં પણ મતદાન કરવાનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દિવસ દરમિયાન તમામ બુથો પર ઉત્સાહભેર મતદારો મતદાન કરી રહ્યા છે ત્યારે ઝાલોદ તાલુકાના ઉમરા પાડા મતદાન મથક પર ભાજપના સમર્થકોએ કોંગ્રેસના એજન્ટ પર હુમલો કરી માર માર્યો હતો.
ઝાલોદના ઉમરા પાડા બુથ પર કોંગ્રેસ-ભાજપના કાર્યકરો વચ્ચે ધમાલ - bjp
દાહોદ: લોકસભાની ચૂંટણી દરમિયાન ઝાલોદ તાલુકાના ઉમરા પાડા બુથ પર ભાજપના સમર્થકોએ કોંગ્રેસના એજન્ટ પર હુમલો કરી માર મારતા કોંગ્રેસ એજન્ટને દવાખાને દાખલ કરાયો હતો. બનાવ સંદર્ભે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સ્પોટ ફોટો
ભાજપના સમર્થકો દ્વારા 'તું કોંગ્રેસનો એજન્ટ કેમ બન્યો છે' કહીને માર માર્યો હતો. જેના કારણે કોંગ્રેસના એજન્ટની તબિયત ગંભીર રીતે ખરાબ થતાં તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. બનાવની જાણ તંત્રને થતાં જ પોલીસ વિભાગ દ્વારા પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમજ બનાવ સંદર્ભે તપાસ હાથ ધરવામાં આવી છે ભાજપના એજન્ટ દ્વારા કોંગ્રેસના એજન્ટને માર મારવાની ઘટનાને પગલે જિલ્લા વહીવટી અને પોલીસ તંત્ર એક્શનમાં આવી દોડતું થયું છે.