ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાજપ દ્વારા દાહોદ શહેરમાં યોજવામાં આવી બાઇક રેલી - dahod

દાહોદ: લોકસભા ચૂંટણીને લઇને દાહોદની બેઠક માટે પ્રચાર ઝંઝાવતો બનાવવાના પ્રયાસ રૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ભાજપના નગરપાલિકા કાઉન્સિલરો, પદાધિકારીઓ, અને કાર્યકરો દ્વારા શહેરના વિવિધ માર્ગો પર રેલી યોજી પ્રચાર કરવામાં આવ્યો હતો.

દાહોદમાં ચૂંટણી પ્રચાર

By

Published : Apr 21, 2019, 2:52 PM IST

લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે મતદારોને પોતાના પક્ષ તરફ કરવા માટે રાજકીય પક્ષો દ્વારા વિવિધ પદ્ધતિઓ અપનાવવામાં આવી રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા દાહોદ શહેરમાં વિશાળ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપ દ્વારા સ્વામી વિવેકાનંદ સંકુલથી બાઇક રેલી કાઢવામાં આવી હતી.

દાહોદમાં ચૂંટણી પ્રચારની રેલી

આ બાઇક રેલી ઠક્કરબાપા ચોક, ગોદી રોડ, સ્ટેશન રોડ, એમ.જી.રોડ, સહિત શહેરના રાજમાર્ગો પર ફેરવવામાં આવી હતી. ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન કરીને પ્રચારના અંતિમ ચરણોમાં મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ભાજપ તરફ મતદારનો જુકાવ વધે તે દિશામાં પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details