ગુજરાત

gujarat

ETV Bharat / state

બાળ લગ્નને લઇ તંત્ર સક્રિય, આંકલી ગામે બાળ લગ્ન અટકાવાયા - police

દાહોદઃ દેવગઢ બારીયાના આંકલી ગામે સગીર યુવકના લગ્ન કરવામાં આવી રહ્યા હોવાની દાહોદ બાળલગ્ન પ્રતિબંધક અધિકારીની કચેરીએ જાગૃત નાગરિક દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જેથી બાળ સુરક્ષા એકમ તાલુકાના અધિકારી પોલીસ સાથે લગ્ન સ્થળે પહોંચી બાળ લગ્ન અટકાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

dahod

By

Published : Jun 14, 2019, 9:57 AM IST

Updated : Jun 14, 2019, 1:10 PM IST

દાહોદ જિલ્લાના દેવગઢબારીયા તાલુકાના જુનાબારીયા ગામના જાગૃત નાગરીક દ્રારા તારીખ 12 જુને બપોરે 2.15 કલાકે લગ્નકંકોત્રી સાથે બાળલગ્ન પ્રતિબંધક અધિકારી, સહજિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી ખાતે બાળલગ્ન બાબતની અરજી આપી હતી. જેમાં લગ્નવિધિ તા.13 જુને દેવગઢબારીયા તાલુકાના આંકલી ગામે સવારે 8.00 કલાકે રાખવાનું દર્શાવેલું હતું. જેથી બાળલગ્ન પ્રતિબંધક અધિકારી આર.પી.ખાંટા ધ્વારા કચેરી તાલુકા સહાયકો તથા બાળ સુરક્ષા એકમ સાથે ટીમ બનાવી વહેલી સવારે બાળલગ્ન અટકાયતની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જેમા 13 જુને સવારે 6.45 કલાકે દેવગઢબારીયા તાલુકાના પોલીસ સ્ટેશનની મદદથી જુના બારીયા ખાતેના સ્થળે રૂબરૂ પહોંચી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વધુ પુછપરછમાં છોકરાની ઉંમરનો પુરાવો માંગતા જાણવા મળેલું કે, તેની ઉંમર 16 વર્ષ અને 11 માસ હતી. બાળલગ્ન પ્રતિબંધક અધિકારી દ્રારા સગીરના લગ્ન મોકુફ રાખવા તેના મા બાપ, હાજર ગ્રામજનો, આગેવાનો,સંરપંચ, સગા-સંબધીઓ તમામને બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006ની સમજ આપી હતી. બાળલગ્ન થવાથી બાળકોના ભવિષ્ય પર ખરાબ અસર થાય છે અને ભણવાની ઉંમરે લગ્ન કરાવી તેમના ભવિષ્યને અંધારામાં ન મુકવું જોઇએ. તથા સારું ભણતર આપીને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવું જોઇએ. ભવિષ્યમાં આસપાસના વિસ્તારમાં બાળલગ્ન ન થાય તે બાબતની તકેદારી રાખી અને છોકરાની ઉંમર 21 વર્ષ અને છોકરીની ઉંમર 18 વર્ષ થાય ત્યાર બાદ જ લગ્ન કરવા એ કાયદેસર છે તેમ દાહોદ અધિકારી આર.પી. ખાંટે સલાહ આપી બાળલગ્ન અટકાવ્યા હતા.

Last Updated : Jun 14, 2019, 1:10 PM IST

ABOUT THE AUTHOR

...view details