દાહોદ: જિલ્લાવાસીઓ સવારે 7 વાગ્યાથી સેલ્ફ ક્વોર્ટન્ટાઇનમાં જોડાઈ ગયા છે. દાહોદ શહેરના બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન અને અનાજ માર્કેટ સહિત નગરના બજારોમાં પશુ-પંખીઓ ફરતા વિહરતા જોવા મળ્યા હતા, જ્યારે દાહોદ જિલ્લાના ઝાલોદ, ગરબાડા, ફતેપુરા, ધાનપુર, બારીયા, લીમખેડા દાહોદ ગ્રામ્ય પંથકમાં પણ જનતા કરફ્યૂને પ્રચંડ પ્રતિસાદ મળ્યો છે.
કોરોના વાઇરસ: જનતા કરફયૂને દાહોદમાં પ્રચંડ પ્રતિસાદ - કોરોના વાઇરસ
સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસનો કહેર યથાવત છે. ભારતમાં કોરોના વાઇરસના 325થી વઘુ કેસ સામે આવ્યાં છે અને 6 લોકોના મોત થયાં છે. ગુજરાતમાં કોરોનાના 17 કેસ પોઝિટિવ આવ્યાં છે. સુરતમાં આ વાઇરસથી એક વ્યકિતનું મોત થયું છે. વડાપ્રધાન મોદીએ રવિવારે જનતા કરફ્યૂનું આહ્વાન કર્યું હતું. જેને લોકોએ સમર્થન આપ્યું હતું. દાહોદમાં પણ લોકોએ જનતા કરફ્યૂને સમર્થન આપ્યું હતું.
કોરોના
શહેર સહિત જિલ્લાના માર્ગો પર આવેલી ચોકડીઓ અને સર્કલો પર પોલીસ જવાનો ફરજ બજાવતા જોવા મળ્યા હતા. લોકો સ્વયંભૂ જનતા કરફયૂમાં જોડાયેલા જોવા મળ્યા છે. કોરોના વાઇરસ બાબતે સાવધાની માટે લોકો ટેલિફોનિક તેમ જ સોશિયલ મીડિયાથી પ્રચાર પ્રસાર કરતા જોવા મળ્યા હતા.