ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદ: લીમડી PSIના અભદ્ર વર્તનને કારણે "પોલીસ મિત્રો"માં રોષ

વૈશ્વિક મહામારી કોરોનાને દાહોદમાં ફેલાતી અટકાવવા માટે પોલીસ સાથે કદમ મિલાવતા લીમડી પોલીસ સ્ટેશન વિસ્તારના "પોલીસ મિત્રો" સાથે PSIએ અભદ્ર વર્તન કરતાં પોલીસ મિત્રોમાં રોષ જોવા મળ્યો હતો.

By

Published : Apr 19, 2020, 7:17 PM IST

દાહોદમાં PSIએ ફરજ બજાવતા પોલિસ સ્ટાફ સાથે કર્યો અભદ્ર વર્તન
દાહોદમાં PSIએ ફરજ બજાવતા પોલિસ સ્ટાફ સાથે કર્યો અભદ્ર વર્તન

દાહોદ: લીમડી પોલીસ સ્ટેશન વિસ્તારના ગ્રામ્ય પંથકમાં કોરોના વાઈરસની મહામારી પ્રસરે નહીં તે માટે કાયદો અને વ્યવસ્થા જાળવવા નિ:શુલ્ક કામગીરી બજાવતા "પોલીસ મિત્રો" સાથે લીમડી PSIએ અભદ્ર વર્તન કર્યું હતું અને દિવસે કામગીરી કરશો તો તમને જેલમાં ધકેલી દઈશ તેમ કહેતાં રોષે ભરાયેલા "પોલીસ મિત્રો"એ પોલીસ વિભાગ દ્વારા ઈશ્યુ કરાયેલા આઈકાર્ડ સ્થાનિક આગેવાનને જમા કરાવ્યા હતા.

વૈશ્વિક મહામારી કોરોનાને વકરતો અટકાવવા માટે પોલીસ દ્વારા રાજ્યભરમાં સઘન કામગીરી કરવામાં આવી રહી છે. આ મહામારીના સમયે કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ લોકોમાં કોરોના વાઇરસ અંગે જાગૃતિ લાવવા અને કાયદાનો અમલ કરાવવા ગ્રામ્ય વિસ્તારમાં "પોલીસ મિત્રો"ની સેવા લેવામાં આવી રહી છે. જિલ્લામાં "પોલીસ મિત્રો"ની સઘન કામગીરીના કારણે ગ્રામ્ય પંથકમાં કોરોના વાઇરસ માથું ઊંચકી શક્યો નથી, દાહોદ જિલ્લાના લીમડી વિસ્તારના પોલીસ સ્ટેશનના ગ્રામ્ય પંથકમાં કોરોના વાઇરસ માટે લોકજાગૃતિ લાગવવા તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા સ્પેશિયલ પાવર આપીને લીમડી પોલીસ સ્ટેશન દ્વારા ફોટો આઈડી કાર્ડ બનાવીને "પોલીસ મિત્રો"ને નિયુક્ત કરવામાં આવ્યા છે.

મધ્યપ્રદેશ અને રાજસ્થાન તરફ જાતા અને આવતા માર્ગે તેમજ જિલ્લાના સરહદી ગામોના વિવિધ માર્ગોથી લોકોને આવતા અને જતા રોકી પૂછપરછ કરી અને જાગૃતિ સાથે કાયદો-વ્યવસ્થાની કામગીરી બજાવી રહેલા "પોલીસ મિત્રો"ને લીમડી પોલીસ સ્ટેશનના PSIએ 'તમે દિવસ દરમિયાન વાહન ચાલકોને કેમ પરેશાન કરો છો?' તેમ કહીને અભદ્ર શબ્દોનું ઉચ્ચારણ કરવાની સાથે જેલમાં ધકેલી દેવાની ચીમકી આપી હતી. જે બાદ આશરે 40 જેટલા "પોલીસ મિત્રો"માં રોષ ફાટી નીકળ્યો હતો અને તમામ "પોલીસ મિત્રો"એ લીમડી પોલીસ સ્ટેશનમાંથી ઈશ્યુ થયેલા આઈડી કાર્ડ પંથકના આગેવાન મુકેશ ડાંગીને જમા કરાવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details