ગુજરાત

gujarat

ETV Bharat / state

દાહોદમાં ગેરકાયદેસર બિયારણનું વેચાણ અટકાવવા વહીવટી તંત્ર એલર્ટ

દાહોદઃ આદિવાસી બાહુલ્ય દાહોદ જિલ્લામાં વર્ષાઋતુના આરંભે ખેડૂતોએ વાવણી કરવા માટે રાસાયણિક ખાતરોની ખરીદી શરૂ કરી દીધી છે. તેવામાં નકલી બિયારણ અને ખાતરનું વેચાણ અટકાવવા માટે વહીવટી તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યાં છે. જેમાં પરવાના વિના વેચાણ કરતા વેપારીઓ સામે કાર્યવાહી કરવાની તૈયારી તંત્ર દ્વારા દર્શાવાઈ છે.

ુે

By

Published : Jun 29, 2019, 8:39 AM IST

દાહોદ જિલ્લામાં વરસાદના આગમન બાદ ધરતીપુત્રો ચોમાસુ પાકની વાવણી કરી રહ્યાં છે, ત્યારે તેઓને ખેતી માટે ખેત ઓજાર, બિયારણ, રાસાયણિક દવા અને ખાતરની ખરીદી કરવાની હોય છે. સમયસર ખેતી માટે ખેડૂતો વિક્રેતાઓને ત્યાંથી બિયારણ ખરીદી રહ્યાં છે. તેવામાં રૂપિયા કમાઈ લેવાની લાલસાથી વિક્રેતાઓ દ્વારા નકલી બિયારણ પધરાવી દેવામાં આવે છે.

દાહોદમાં ગેરકાયદેસર બિયારણનું વેચાણ અટકાવવા વહીવટી તંત્ર એલર્ટ

આ અંગે જિલ્લા વહીવટી તંત્રને જાણ થતા તંત્ર દ્વારા પરવાના વિના ખેત સામગ્રીનું વેચાણ કરતા વેપારીઓ પર તવાઈ બોલાવાઈ છે. તંત્ર દ્વારા વિવિધ ટીમો બનાવી વિક્રેતાઓેને ત્યાં દરોડા પાડવામાં આવી રહ્યાં છે. જેમાં ગેરરીતી જણાતાં કાર્યવાહી કરવામાં આવી રહી છે.

દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું કે, ખેડૂતોને શુદ્ઘ, ખાતરીવાળુ અને પ્રામાણિત બિયારણ અને ખાતર મળી રહે તે માટે અધિનિયમ-1966 અનુસાર આ તમામ વસ્તુઓનું ફક્ત કાયદેસર રીતે જ વેચાણ કરી શકાશે. આ માટે પરવાનેદારે પોતાના પરવાના નંબર, તેમજ તેમની પાસે ઉપલ્બ્ધ સામગ્રીનો જથ્થો, વજન અને તેના ભાવની વિગતો દુકાનની બહાર પ્રદર્શિત કરવાની રહેશે.

બિનગુણવત્તાયુક્ત બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓના વેચાણથી ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થાય છે. જેથી જિલ્લામાં પરવાના વગર કોઈપણ વ્યક્તિ કે સંસ્થા તેનું વેચાણ કરી શકશે નહીં. પરવાનેદાર નિયત ભાવથી વધારે, એક્સપાયરી ડેટના તથા નિયત વજનથી ઓછા વજનમાં આ સામગ્રીનું વેચાણ કરી નહીં શકે. તેમજ જો કોઈ આ નિયમો વિરુદ્ઘ વેચાણ કરતું હોય તો તેની જાણ જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ નિયામકને (વિસ્તરણ) કરવાની રહેશે. તેમજ ગેરકાયદેસર વેચાણ કરતા વેપારીઓ સામે બિયારણ અધિનિયમ-1966 અન્વયે ફોજદારી અધિનિયમ અનુસાર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેમ જિલ્લા કલેક્ટરની અખબારી યાદીમાં જણાવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details