ગુજરાત

gujarat

By

Published : Jun 20, 2020, 5:12 AM IST

ETV Bharat / state

દાહોદ જિલ્લામાં સંભવિત રણતીડના આક્રમણ સામે ખેડૂતોના પાક બચાવવા ખેતીવાડી વિભાગની પૂર્વ તૈયારી

દાહોદ જિલ્લામાં સંભવિત રણતીડના આક્રમણથી ખેડૂતોના વાવેતર કરાયેલા ખરીફ પાકને બચાવવા માટે ખેતીવાડી વિભાગ દ્વારા અગમચેતીનાં પગલાં ભરવામાં આવ્યા છે. જિલ્લા કૃષિ વિભાગ દ્વારા આ રણતીડના આક્રમણને ખાળવા માટે પૂર્વાયોજન સાથે કન્ટ્રોલ રૂમ શરૂ કરાયો હોવાનો જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું છે.

દાહોદ જિલ્લામાં સંભવિત રણતીડના આક્રમણ સામે ખેડૂતોના પાક બચાવવા ખેતીવાડી વિભાગની પૂર્વ તૈયારી
દાહોદ જિલ્લામાં સંભવિત રણતીડના આક્રમણ સામે ખેડૂતોના પાક બચાવવા ખેતીવાડી વિભાગની પૂર્વ તૈયારી

દાહોદઃ દેશમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતની સરહદે આવેલા દાહોદ જિલ્લામાં રણતીડનું આક્રમણ થવાની સંભાવના નિહાળી જિલ્લાના ધરતીપુત્રોને સચેત કરવામાં આવ્યા છે. સરહદી રાજ્યમાં અને મહેસાણા સાબરકાંઠા જિલ્લામાં રણતીડ જોવા મળતા તંત્ર દ્વારા તેનો નાશ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ રણતીડના આક્રમણની શક્યતાને ધ્યાનમાં રાખીને જિલ્લાવાસીઓને જિલ્લા ખેતીવાડી અધિકારી જણાવ્યું છે કે રણતીડ નિયંત્રણ માટે ગ્રામ કક્ષાએ તીડ નિયંત્રણ યુનિટ સરપંચ અને પ્રગતિશીલ ખેડૂતોની આગેવાનીમાં કાર્યરત કરવું. જેમાં જીપ-ટ્રેલર તૈયાર રાખવું. દવા છંટકાવ માટે ડસ્ટર નંગ 10 અથવા પાવર ડસ્ટર નંગ 2 અને ફૂટ સ્પ્રેયર 5 તૈયાર રાખવા. વધુમાં કાકડા (મસાલ) પણ તૈયાર રાખવી.

દાહોદ જિલ્લામાં સંભવિત રણતીડના આક્રમણ સામે ખેડૂતોના પાક બચાવવા ખેતીવાડી વિભાગની પૂર્વ તૈયારી

રણતીડના નિયંત્રણ માટે જો ઉપદ્રવ વધારે હોય તો તુરંત જ મેલાથીયોન 5 ટકા જંતુનાશક દવા પાક પર છંટકાવ કરવો. પાણીની બહુ તંગી હોય એવા વિસ્તારમાં સવારના સમયે ફેનિટ્રોથીયોન 50 ટકા દવા એક લીટર અથવા મેલાથીયોન 50 ટકા દવા એક લીટર અથવા કલોરપાયરીફોસ 20 ટકા દવા એક લીટર પ્રમાણે 800 થી 1000 લીટર પાણીમાં મેળવીને એક હેકટર વિસ્તારમાં છંટકાવ કરવા જણાવ્યું છે.

જિલ્લાના સરહદી ગામોમાં રણતીડ જોવા મળે તો તીડ કયાથી એટલે કે કઇ દિશામાંથી આવ્યા, કેટલા વિસ્તારમાં તીડ બેઠા છે, કયા ગામે અને કઇ સીમમાં બેઠા તે અંગેની માહિતી ગ્રામસેવક (ખેતી) અથવા વિસ્તરણ અધિકારી (ખેતી), તેમજ ખેતીવાડી વિભાગના તાલુકા અમલીકરણ અધિકારી કે મદદનીશ ખેતી નિયામક (વિસ્તરણ)ની કચેરી અથવા જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી ખાતે તાત્કાલિક જાણ કરવા જિલ્લાના ખેતીવાડી અધિકારીએ જણાવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details