દિવાળીની રાત્રીના સમયે દાહોદ પરેલ સાત બંગલા ખાતે રહેતા રેલવેના ડેપ્યુટી સી.પી.એમ.ના બંગલામાં અજાણ્યા ચોર લુંટારૂઓએ દરવાજા તોડી અંદર પ્રવેશ કરી કબાટમાંથી સોનાના દાગીના તથા રોકડા રૂપીયા 45,000 મળી કુલ રૂ.1,42,500ની ઘરફોડ ચોરી તથા નસીરપુર ગામે રાતના એક મકાનમાં ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની લુંટના ગુનાની દાહોદ જિલ્લા પોલીસવડાએ ગંભીરતાથી નોંધ લીધી હતી. ગુનામાં સંડોવાયેલ ચોરને શોધી કાઢવાની જિલ્લા પોલીસને સુચના અને માર્ગદર્શન આપ્યા હતા.
ડેપ્યુટી સી.પી.એમ.ના બંગલામાં થયેલ ચોરીનો ભેદ ઉકેલતી પોલીસ - દાહોદ જિલ્લા પોલીસ
દાહોદ: દિવાળીના તહેવારના દિવસે રેલવેના ડેપ્યુટી સી.પી.એમ.ના બંગલામાં અજાણ્યા ચોરે બંગલામાંથી સોનાના દાગીના તથા રોકડા રૂપીયા મળી કુલ. રૂ.1,42,500ની ચોરી કરી હતી. તથા નસીરપુર ગામે લુંટ ચલાવવાના ગુન્હામાં LCB પોલીસે 2 આરોપીઓને રોકડા રૂપીયા 45,000 એક મોટરસાઈકલ તથા એક મોબાઈલ ફોન મળી રૂ.76,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
દાહોદ LCBદ્વારા જુદી જુદી ટીમો બનાવી કોમ્બીંગ હાથ ધર્યુ હતુ. આ દરમિયાન મળેલ માહિતીના આધારે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકા જેસાવાડા ખાતેથી ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ મડુભાઈ પલાસ અને બચુભાઈ ખરાડ બંન્નેને પોલીસે ઝડપી પાડ્યા હતા અને સઘન પુરછપરછ હાથ ધરતાં ઉપરોક્ત બંન્ને ઈસમોએ ચોરીઓ સિવાય લુંટ, ધાડ, ઘરફોડ ચોરી તેમજ ગાંધીનગર પોલીસ મથકમાં પણ આ બન્ને ઈસમો વિરૂદ્ધ ગુનો દાખલ થયેલ છે.
ઉપરોક્ત બન્ને ઈસમો તથા તેમની ટોળકીઓ દ્વારા દિવસ દરમિયાન ટીપર રાખી તેની મદદથી રેકી કરી રાત્રીના સમયે ચોક્કસ જગ્યાએ ભેગા થઈ આયોજનબદ્ધ મારક હથિયારો ધારણ કરી ચોક્કસ ટાર્ગેટ કરેલ મકાનમાં ઘુસી જઈ તોડફોડ કરી ઘરના માણસો સામનો કરે તો તેઓની ઉપર જીવલેણ હુમલો અને લુંટ ચલાવતા હતા. આ બન્ને ઈસમોની ધરપકડ કરતાં પોલીસે તેઓની પાસેથી રોકડા રૂપીયા 45,000 એક મોટરસાઈકલ તથા એક મોબાઈલ ફોન મળી રૂ.76,000ના મુદ્દામાલ જપ્ત કર્યો હતો.