દાહોદ:આગામી 20મી એપ્રિલના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આદિવાસી સમાજના સંમેલનમાં હાજરી આપવાના હોય (Pm Modi Gujarat Visit) પોલીસ તંત્ર દ્વારા પીએમ બંદોબસ્ત માટે જિલ્લા બહારથી પણ પોલીસ (Police force in Pm modi Programme)બોલાવવાની ફરજ પડી છે. જેમાં અમદાવાદ પોલીસ પણ પીએમ બંદોબસ્તમાં આવી હોવાથી તેઓનો ઉતારો દાહોદ (Dahod Pm modi Programme) તાલુકાના છાપરી ગામે આવેલી સ્કૂલમાં આપ્યો હતો.
Pm Modi Gujarat Visit: પીએમ બંદોબસ્તમાં આવેલા પોલીસના સરકારી વાહનને નડ્યો અકસ્માત
દાહોદ તાલુકાના છાપરી ગામે પીએમ (Pm Modi Gujarat Visit) બંદોબસ્તમાં આવેલી પોલીસની સરકારી બસના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા બસ બેથી અઢી ફૂટ ઊંડા ખાડામાં પલટી મારી જતા સર્જાયેલા અકસ્માતમાં ચાલકનો આબાદ બચાવ થયો છે.
ચાલકનો આબાદ બચાવઃ આજરોજ અમદાવાદ પોલીસ (Ahmedabad police in pm Programme)ની સરકારી બસના ચાલક જમાલી સ્કુલથી દાહોદ તરફ આવી રહ્યો હતો. તે સમયે રસ્તામાં એક બાઈક તેમજ ગાય આડે આવી જતાં બસના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા બસ પલટી મારી બેથી ત્રણ ફૂટ ઊંડા ખાડામાં ખાબકી હતી. જોકે, આ બનાવમાં ચાલકનો આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ દાહોદ ગ્રામ્ય પોલીસને થતા દાહોદ ગ્રામ્ય પોલીસે તાબડતોબ ઘટનાસ્થળે આવી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચોઃPM Modi Jamnagar Visit: જામનગરમાં PMનો સંભવિત કાર્યક્રમ બોપરા સર્કિટ હાઉસમાં