દાહોદ -વડાપ્રધાન મોદી ઉપસ્થિતિ (PM Modi Dahod Visit )રહેવાના છે તે ડોમ દાહોદના લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આદિવાસી મહાસંમેલન( (Dahod tribal convention 2022 )) અર્થે દાહોદમાં બનેલો એશિયાનો સૌથી મોટો સંપૂર્ણ ફાયરપ્રુફ (Asia largest fireproof dome ) ડૉમ 17.98 લાખનું ક્ષેત્રફળ ધરાવે છે. 600 મીટર લાંબા અને 132 ફૂટ પહોળા મેઈન ડૉમમાં વચ્ચે એક પણ થાંભલો ન આવે તેવી અદભૂત રચના છે.
આ ડોમમાં 2 લાખ જેટલા લોકોનો કાર્યક્રમને માણી શકે એ પ્રકારની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી પૂર્વપટ્ટીના જિલ્લાઓના આદિવાસીઓ આવશે- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં યોજાનાર આદિવાસી મહાસંમેલનમાં (Dahod tribal convention 2022 )ઉપસ્થિત રહેવાના છે. વડાપ્રધાનની અધ્યક્ષતામાં યોજાનારા આ મહાસંમેલનમાં ગુજરાતની પૂર્વપટ્ટીના જિલ્લાઓ દાહોદ, પંચમહાલ, મહીસાગર, છોટાઉદેપુરના આદિજાતિ બાંધવો મોટી સંખ્યામાં સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે.
200 સીસીટીવી કેમેરા- કાર્યક્રમના સમગ્ર આયોજનની બે વિશેષતાઓ ઉડીને આંખે વળગે એવી છે. દાહોદમાં બનેલો એશિયાનો સૌથી મોટો સંપૂર્ણ ફાયરપ્રુફ ડૉમ (Asia largest fireproof dome )17.98 લાખ ચોરસ ફૂટનું ક્ષેત્રફળ ધરાવે છે. સમગ્ર ડોમમાં 200 સીસીટીવી કેમેરા (CCTV Surveillance in Dahod Tribal Convention ) દ્વારા તમામ ગતિવિધિઓની ઉપર બાજનજર રાખવામાં આવશે.
આ પણ વાંચોઃ PM Modi Jamnagar Visit: PM Modiના સ્વાગત માટે આવેલા કલાકારોમાં અનેરો ઉત્સાહ, જાણો શું કહી રહ્યા છે
2 લાખ જેટલા લોકો સમાઇ શકે છે -દાહોદના ખરોડ મુકામે વડાપ્રધાનની અધ્યક્ષતામાં મહાસંમેલનમાં (Dahod tribal convention 2022 )સહભાગી થનારી જંગી જનમેદનીને અગવડ ન પડે તે માટે જરૂરી તમામ પ્રકારની સવલતો સાથે એશિયાનો સૌથી મોટો ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. આ ડોમમાં 2 લાખ જેટલા લોકોનો કાર્યક્રમને માણી શકે એ પ્રકારની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે.
કેવો છે ડોમ- ડોમ સંબંધિત આંકડાઓ તેની વિશાળતાનો ખ્યાલ આપે છે. એક મુખ્ય ડૉમ અને ત્રણ હૉલ્ડીંગ ડૉમથી બનેલા આ ડૉમનું કુલ ક્ષેત્રફળ 17.98 લાખ ચોરસ ફૂટ છે. 14 લાખ ચોરસ ફૂટના મુખ્ય ડૉમમાં 7 ડૉમની હરોળ છે, જે પૈકી 5 જર્મન ડૉમ છે. લંબાઈમાં 600 મીટર સુધી પથરાયેલા અને 132 ફુટ પહોળા આ મેઈન ડૉમની અન્ય ખાસિયત છે કે આટલો વિશાળ વિસ્તાર હોવા છતાં તેમાં વચ્ચે એક પણ થાંભલો આવતો નથી. ક્ષેત્રફળની રીતે વિશાળ હોવા ઉપરાંત ડૉમમાં ઉપસ્થિત રહેનારા લોકોની સુવિધાઓનો પણ તલસ્પર્શી ખ્યાલ રાખવામાં આવ્યો છે.
ગરમીને પણ ધ્યાનમાં રખાઇ છે- ઉનાળાને ધ્યાનમાં રાખીને વેન્ટિલેશનની યોગ્ય વ્યવસ્થા ઉપરાંત વોટર સ્પ્રેયર દ્વારા પાણીનો સતત છંટકાવ કરી વાતાવરણમાં ઠંડકની વ્યવસ્થા કરવામાં આવી છે. મુખ્ય ડોમની બાજુમાં બીજા ત્રણ ડોમમાં પણ આ જ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લાવાર વિભાગો પાડીને બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત મેડિકલ ટીમ અને પાણીની પર્યાપ્ત સુવિધા સુનિશ્ચિત કરવામાં આવી છે. જનતા અને મહાનુભાવોની સુરક્ષાની બાબતને વિશેષ અગ્રતા આપવામં આવી છે. સમગ્ર ડોમમાં સીસીટીવી કેમેરા(CCTV Surveillance in Dahod Tribal Convention ) દ્વારા તમામ ગતિવિધિઓની ઉપર બાજનજર રાખવામાં આવશે.
મેઈન ડૉમમાં વચ્ચે એક પણ થાંભલો ન આવે તેવી અદભૂત રચના પીવાના પાણીની વ્યવસ્થા - ગરમીને ધ્યાનમાં રાખી પીવાના પાણીની સુયોગ્ય વ્યવસ્થા ડૉમમાં જ ગોઠવવામાં આવી છે. વિશાળ જનમેદની હાજર રહેવાની હોય ત્યારે સલામતી અને તેમાં પણ ફાયરસેફ્ટી સૌથી અગત્યની બાબત હોય છે. આ ડૉમ ફાયર સેફ્ટીના માપદંડ ઉપર પણ ખરો ઉતરે છે. સમગ્ર ડૉમ ફાયરપ્રુફ બનાવવામાં આવ્યો છે. ફ્લોરિંગથી શરૂ કરી ડૉમ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવેલા મટીરીયલ ઉપર વિશેષ પ્રકારનો સ્પ્રે છાંટી તેને ફાયરપ્રૂફ બનાવવામાં આવ્યું છે. આ સમગ્ર વિસ્તારમાં કાર્યક્રમ દરમિયાન અને કાર્યક્રમ બાદ સ્વચ્છતા જાળવી રાખવા 300 જેટલી ટીમો ચાંપતી કામગીત્રી કરી સંપૂર્ણ તકેદારી રાખી પરિણામલક્ષી કામગીરી કરી રહી છે.
આ પણ વાંચોઃ PM Modi Banaskantha Visit: બનાસ ડેરી સોમનાથથી જગન્નાથની ધરતી સુધીના પશુપાલકોને લાભ આપી રહી છે: PM
ઘરે-ઘરે જઈને નિમંત્રણ - આદિજાતિ મહાસંમેલનનાં આયોજન અંગે અન્ય એક નોંધપાત્ર બાબત એ છે કે આ સંમેલનમાં સહભાગી થવા દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને મહીસાગર જિલ્લાના ગામોમાં સમગ્ર તંત્ર દ્વારા ઘરે-ઘરે જઈને નિમંત્રણ પાઠવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 360થી પણ વધુ ગામોમાં સંમેલનના કાર્યક્રમ કરવામાં આવ્યા છે. જનશક્તિનો સાક્ષાત્કાર કરાવતા આ કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિહાળવા (PM Modi Dahod Visit )આદિવાસી બાંધવોમાં અપ્રતિમ ઉત્સાહ છે. ફોન કોલ્સ- મેસેજ અને લઘુ ફિલ્મ દ્વારા જનસંપર્ક કરવા ઉપરાંત સેવાસેતુ સહિતના મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા હોય તેવા આયોજનોમાં સહભાગી થવા વિશેષ આમંત્રણ આપવામાં આવ્યા છે.
20,000 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ- આ આદિવાસી મહાસંમેલનમાં (Dahod tribal convention 2022 )વિકાસ કાર્યોની રીતસરની હેલી વરસવાની છે. જે પૈકી 20,000 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ થશે. આ ઉપરાંત રૂ.1,419 કરોડના સંપન્ન થયેલા વિકાસકાર્યો આદિવાસી જનતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Modi Dahod Visit )હસ્તે લોકાર્પિત થનાર છે. આની સાથોસાથ રૂ. 550 કરોડ ઉપરાંતના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત થશે.