દાહોદ : રાજ્યના તમામ કર્મચારીઓના હિતમાં કેટલાક ઉકેલ માંગતા પ્રશ્નો બાબતે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો, ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આંદોલન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં શિક્ષકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે સરકાર દ્વારા બનાવાયેલ પાંચ મંત્રીઓની કમિટી સાથે 16 સપ્ટેમ્બર 2022 ના રોજ મીટીંગ યોજાઇ હતી. પરંતુ કર્મચારી મોરચાને સંતોષકારક સમાધાન ન મળતા પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.
શું હતો મામલો ? કર્મચારી મોરચા દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, સરકાર સાથે પડતર પ્રશ્નો અંગે બેઠક કરવામાં આવી હતી. જેમાં મહ્દઅંશે પ્રશ્નોના નિકાલ કરવામાં આવ્યો હતો. પરંતુ ત્રણ પ્રશ્નોના થયેલ સમાધાન મુજબની કામગીરી હજુ સુધી કરવામા આવી નથી તેવો કર્મચારી મોરચાનો આક્ષેપ છે. આ મુખ્ય ત્રણ પ્રશ્નોનું નિરાકરણ કરવા સરકાર તરફથી કોઈ પણ પ્રકારના જીઆર નહિ થતા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં આ પ્રશ્નો અંગે ગુજરાત રાજ્ય મુખ્યપ્રધાનને રજૂઆત કરવામાં આવી હતી.
દેશ અને સમાજમાં શિક્ષકોનું બહુ મોટો યોગદાન હંમેશા રહ્યું છે. જો શિક્ષકો પણ રાજકારણીઓની જેમ પોતાની માંગણીઓ માટે ધરણાં બેસે તો સમાજ નવ યુવાને ઘડતર પર માનસિક રીતે અસર કરે છે.-- સુરતાનસિંહ કટારા (પ્રમુખ, દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ)
સરકાર સાથે બેઠક : આ ત્રણ મુખ્ય પ્રશ્નો અંગે પણ તેઓએ માહિતી આપી હતી. જેમાં પ્રથમ પ્રશ્ન તા 1-4-2005 પહેલા ભરતી થયેલ કર્મચારીઓ હાલ નવી પેન્શન યોજનામાં છે. તેમને થયેલ સમાધાન મુજબ જૂની પેન્શન યોજનામાં સમાવવા બાબતે માંગ હતી. બીજા પ્રશ્નમાં તા 1-4-2005 પછી ભરતી થયેલા કર્મચારીઓને સમાધાન મુજબ સી.પી.એફ.માં સરકાર દ્વારા 10 ને બદલે 14 % ફાળો ઉમેરવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી. ઉપરાંત ત્રીજા પ્રશ્નમાં માંગણી મુજબ 45 વર્ષની મર્યાદા બાદ કર્મચારીને પરીક્ષામાંથી મુક્તિ આપવી અને લાભ આપવા રજૂઆત કરવામાં આવી હતી. આ બાબતે જે પરીક્ષા ન લેવાઈ હોય તેવા કિસ્સામાં ઉ.પ.ધો.નો લાભ કેસ ટુ કેસ નિર્ણય કરવામાં આવશે તેમ સમાધાનમાં નક્કી થયું હતું.
તંત્ર પર આક્ષેપ : આ અંગે પ્રમુખ દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ સુરતાનસિંહ કટારાએ માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આપેલા કાર્યક્રમ મુજબ 2005 પહેલાના કર્મચારીઓ માટેની જૂની પેન્શન યોજના માટે ગત 2022 માં સરકાર સાથે સમાધાન કરવામાં આવ્યું હતું. તેના જીઆર બહાર ન આવતા આજે નામદાર દાહોદ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
જિલ્લા સંઘની માંગ : તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમારી માંગણી છે કે, 2005 પહેલાના કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવામાં આવે, CPF ની 10 % સામે 14% રકમ ચુકવવા આવે, 45 વર્ષથી ઉપરના શિક્ષકોની પરીક્ષા ન લેવામાં આવે અને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવામાં આવે તે બાબતે નામદાર કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
- Dahod LCB: દાહોદ LCB પોલીસે તેલંગાણામાં 40 લાખની ઘરફોડ ચોરીના આરોપીને ઝડપી પાડ્યો
- Gir Somnath News : સોમનાથ શોપિંગ સેન્ટરના 120 વેપારી અચોક્કસ મુદતના ધરણા પર, જાણો શું છે સમગ્ર મામલો