દાહોદ:સમાન નાગરિક સંહિતા લાગુ થવાથી વિશિષ્ટ ઓળખ પ્રભાવિત થશે. જેના કારણે આદિવાસી વિસ્તારો પર નિમ્ન લિખિત અસરો થશે તેમ આવેદનપત્રમાં જણાવાયું છે. દેશના આદિવાસીઓના રૂઢિગત કાયદાઓ સમાપ્ત થઈ જવાનો ભય તથા રૂઢિગત કાયદાઓના સંદર્ભમાં આદિવાસી વિચાર વિસ્તારમાં સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ નિર્ણયો સમાન નાગરિક સંહિતાની સીધી અસર પડશે જેમ કે.પી રામા રેડી 1988 અનુસૂચિત વિસ્તારમાં સરકાર એક વ્યક્તિ સમાન છે.
કાયદો લાગુ થવાથી સમાપ્ત:સમતા જજમેન્ટ 1997 અનુસૂચિત વિસ્તારમાં કેન્દ્ર કે રાજ્ય સરકારની એક ઇંચ પણ જમીન નથી. વેદાંતા 2013 લોકસભા વિધાનસભા કે સુપ્રીમ કોર્ટ સર્વ કરી નથી પરંતુ ગ્રામસભા સર્વોપરી છે. આદિવાસીઓને પેશા એક કાયદા હેઠળ ઘણા અધિકારીઓ મળ્યા છે. જે સિવિલ કોડના અમલ સાથે સમાપ્ત થઈ શકે છે. દેશના દરેક રાજ્યોમાં આદિવાસીની જમીન સંબંદી કાયદાઓ બન્યા છે. જેમ કે વીલ કિન્સન રુલ 1937, પૈસા કાયદો 1996 પાંચમી અનુસુચી, છઠ્ઠી અનુસૂચિ તો તે 73 ક ક આદિવાસીઓને જળ જંગલ જમીન સુરક્ષિત ક્ષેત્ર રાખવા માટે સીએનટી અને એસપીટી એકટ હેઠળ વિશેષ અધિકારો અને સમાન નાગરિક સંહિતાનો કાયદો લાગુ થવાથી સમાપ્ત થઈ જશે.
મૂળ અધિકારો: ભૂમાફિયા દ્વારા આદિવાસીઓની જમીન લૂંટવાનું સરળ થઈ જશે. આદિવાસીઓની જમીન છીનવાઈ જવાનો ખતરો પણ છે. આદિવાસી કમજોર બનાવી દેશે જેને કાયદાનું બળ મળેલ છે એક સમાન કાયદો બનાવી જેથી અપરાધ બનાવી દેવામાં આવશે સમાન નાગરિક સંહિતા કાયદો લાગુ થવાથી આદિવાસીઓને બંધારણમાં જે સરક્ષણ આપવામાં આવ્યું છે તે સમાપ્ત થઈ જશે. આદિવાસીઓને મૂળ અધિકારો જેવા કે બંધારણની પાંચમી છઠ્ઠી અનુસૂતી રૂઢિગત ગ્રામસભા એટ્રોસિટી એક્ટ અન્ય અધિકારો ઓ ની પણ અવગણના થઈ રહી છે તો સમાન નાગરિકતા સહિત કાયદો લાગુ કરવામાં આવે તો અમારા જે મૂળ અધિકારો છે તે સમાપ્ત થઈ જશે.
કાયદાઓ સમાપ્ત:દેશના આદિવાસીઓ સમાજમાં ચાલતા રુઢિગત કાયદાઓ સમાપ્ત થઈ જશે. રુઢિગત કાયદાઓના સંબંધમાં આદિવાસી રિઝર્વ વિસ્તારમાં સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણયો પર સમાન નાગરિક સંહિતાની સિધી અસર પડશે. જેના કારણે દેશના દરેક રાજ્યોમાં આદિવાસીઓની જમીન સંબંધી કાયદા બન્યા છે તે સમાપ્ત થઈ જશે. આદિવાસીઓના રૂઢિગત રીત રિવાજોને કમજોર બનાવી દેશે જેના કારણે આદિવાસી સમાજ UCC નો વિરોધ કરી રહ્યો છે.
- Dahod Crime : સાસરિયાના ત્રાસથી કંટાળીને બે માસૂમ બાળકોની હત્યા કરીને પિતાએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ
- Dahod Crime News : પ્રોહીબિશનના 144 ગુનાનો આરોપી ઝડપાયો, દાહોદ પોલીસને આ રીતે મળી સફળતા