દાહોદ શહેરના સ્ટેશન રોડ પર આવેલ સિનેમેરા થિયેટરમાં એવેન્જરસ 3D પિક્ચર બતાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જેથી શહેરીજનો બપોરે 3D પિક્ચર જોવા માટે સિનેમેરા સિનેમા હોલમાં ગયા હતા. ફિલ્મ રસીયા 3D પિક્ચર જોવા માટે ટિકિટ લઈને હોલમાં ગયા હતા. થિયેટર હોલની અંદર પિક્ચર ચાલુ થઈ ત્યારે થ્રીડી પિક્ચર જોવા મળી ન હોતી.
દાહોદના સિનેમા હોલમાં 3D પિક્ચર ન બતાવતા, લોકો ગુસ્સે ભરાયા - angry
દાહોદઃ સ્ટેશન રોડ પર આવેલા સિનેમેરા થિયેટરમાં 3D પિક્ચર જોવા માટે ગયેલા લોકોએ હોબાળો મચાવ્યો હતો. થિયેટર સંચાલકે 3Dમાં પિક્ચર નહિ બતાવવાના કારણે ટિકિટના નાણા પરત માંગણી કરતા બબાલ ઉભી થઇ હતી. પોલીસ ઘટના સ્થળે દોડી આવવાની સાથે થિયેટર સંચાલકે નાણા પરત આપતા મામલો શાંત પડ્યો હતો.
થિયેટરના સંચાલકો દ્વારા 3D પિક્ચર પડદા પર દર્શાવી ન હોતી. જેથી ટિકિટ લઈને પિક્ચર જોવા જનારા ફિલ્મ રસિયાઓએ ચીટીંગ થયાનું જણાતા હોબાળો મચાવ્યો હતો. બબાલ મોટી થવાના કારણે શહેર પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઇ હતી. ફિલ્મ જોવા આવનાર લોકોએ 3D પિક્ચર નહીં જોવા મળતા ટિકિટના પૈસા પરત માંગણી કરી હતી.
સંચાલક દ્વારા શરૂઆતમાં નહીં આપવાની વાત કરતા જ મામલો ગરમાયો હતો. પરંતુ પોલીસ આવી ગયા બાદ ફિલ્મ જોવા આવનાર લોકોનો ગુસ્સો પારખી ગયા હતા. તમામને ટિકિટના નાણા પરત આપ્યા બાદ મામલો શાંત પડ્યો હતો.